• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The 7th Phase Of Seva Setu Program In Gir Somnath District Will Start From 22nd, People Will Get The Benefit Of 56 Government Services In One Place.

આયોજન બેઠક:ગીર સોમનાથ જિલ્લામાં 7માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો તા.22થી પ્રારંભ થશે, લોકોને 56 સરકારી સેવાનો લાભ એક સ્થળે મળી રહેશે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરએ બેઠક કરેલ - Divya Bhaskar
કલેક્ટરએ બેઠક કરેલ
  • સેવાસેતુ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલએ અધિકારીઓ સાથે બેઠક કરી

રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ અંતર્ગત વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને લોકોને ઘર આંગણે જ વિવિધ સરકારી સેવા-યોજનાઓનો લાભ મળી રહે તેવા આશ્રય સાથે ગીર-સોમનાથ જિલ્લામાં આવતીકાલ તા.22 ઓકટોબરના રોજ 7માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. જિલ્લાનો આ પ્રથમ સેવાસેતુ કાર્યક્રમ વેરાવળના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે સવારે 8 વાગ્યાથી પ્રારંભ થશે. આ સેવાસેતુમાં નાગરિકોને 56 જેટલી પ્રજાલક્ષી સરકારી સેવાઓનો લાભ મેળવી શકાશે.

ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર 7માં તબક્કાના સેવાસેતું કાર્યક્રમના સુચારૂ આયોજન માટે આજે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક મળી હતી. જેમાં કલેકટરે સેવાસેતું કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના છેવાડાના લોકોને સેવાસેતુ કાર્યક્રમનો લાભ મળી શકે અને લાભાર્થીઓના પ્રશ્નોનો ત્વરીત નિકાલ થાય તેવી વ્યવસ્થા અને તકેદારી રાખવા માર્ગદર્શનની સાથે દિશાનિર્દેશ આપેલ હતું. આ બેઠકમાં અધિક કલેકટર લીંબાસીયા, પ્રાંત અધિકારી શર્યુબા ઝણકાટ, પુરવઠા અધિકારી સુશીલ પરમાર સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ સેવાસેતુમા સામાન્ય વહીવટ વિભાગ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ, નાણાં, બંદરો અને વાહન વ્યવહાર, મહેસુલ, સામાજિક અને ન્યાય અને અધિકારીતા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, મહિલા અને બાળ વિકાસ સહિતના વિભાગોની સેવાઓનો લાભાર્થીઓને લાભ આપવાની સાથે લાભાર્થીઓના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાનું આયોજન કરાયેલ હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...