સભા:ચેમ્બર ઓફ કોમર્સની 74મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય, પૂર્વ ડિવાયએસપીનું કરાયું સન્માન

જૂનાગઢની ધી ગ્રાન્ડ પટેલ બેન્કવેટ હોલ ખાતે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની 74 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.સભામાં જૂનાગઢ ના તમામ એસોસિયેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખ વિજયભાઇ દોમડિયાએ સંસ્થાની ગત વર્ષની કામગીરીનો અહેવાલ આપ્યો હતો. સાથે આગામી સમયમાં કરવાનાં કાર્યોની રૂપરેખા આપી હતી.આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાનું ચેમ્બર અને વિવિધ એસોસિયેશન દ્વારા સ્ટેશનરીની કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય સંજયભાઈએ વેપાર ઉદ્યોગના વિકાસ માટે તથા પ્રશ્નો બાબત સઘન પ્રયાસો કરવા વચન આપી પૂર્ણ રીતે સાથ સહકાર આપવાની ખાત્રી આપી હતી. આ ઉપરાંત સંસ્થાના પૂર્વ મંત્રી બી. જે. દેસાઈનું સંસ્થાની તથા જૂનાગઢની 30 વર્ષ જેટલી સમયની સેવા અને ઉપલબ્ધિઓ બદલ ચેમ્બર તથા તમામ એસોસિયેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

બી. જે.દેસાઈએ જૂનાગઢમાં વિકાસની અપાર શક્યતાઓ અંગે ઘ્યાન દોરીએ દિશામાં કાર્યરત રહેવા ધારાસભ્ય અને ચેમ્બરની ટીમને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢ ના પૂર્વ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...