તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:જિલ્લા સહકારી બેન્કની 61મી સાધારણ સભા વર્ચ્યુઅલ યોજાશે

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એકી સાથે 7 સ્થળો જોડાશે,41 વર્ષ બાદ અપાશે ડિવીડન્ડ

ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમીટેડની 61 મી વાર્ષિક સાધારણ સભા કોરોનાના કારણે વર્ચ્યુઅલ રીતે યોજાશે. આગામી 20 ડિસેમ્બર રવિવારે સવારના 11:45 વાગ્યે યોજાનાર ઓનલાઇન સભામાં 7 સ્થળેથી સભાસદો, ખેડૂતો જોડાશે. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરિયમમાં, ભેંસાણમાં માર્કેટીંગ યાર્ડ કોમ્યુનિટી હોલમાં,વંથલીમાં સખર સિંધી પંચાયત હોલમાં, પોરબંદરમાં માલદેવ રાણા મહેર સમાજમાં, કેશોદમાં પેથલજી ચાવડા આહિર સમાજમાં,વેરાવળમાં સરસ્વતિ વિદ્યાલય પ્રકાશ કોમ્પલેક્ષમાં અને ઉનામાં માર્કેટીંગ યાર્ડના હોલમાં ઓનલાઇન વર્ચ્યુઅલ 61 મી સાધારણ સભા યોજાશે. ત્યારે મંડળીના સભાસદ પ્રતિનિધીને તેમના નજીકના તાલુકાના સ્થળે યોજાનાર ઓનલાઇન વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવા બેન્કના ચેરમેન ડોલરભાઇ કોટેચાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો