નવજીવન:ચનિયારૂથી પિડાતી ગાયની સારવાર કરી 1962ની ટીમે જીંદગી બચાવી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુ સારવાર માટેની હેલ્પ લાઇનની ફ્રિ સેવા

ચનિયારૂની બિમારીથી પિડાતી ગાયની એનીમલ હેલ્પલાઇન 1962એ સારવાર કરી જીંદગી બચાવી છે. આ અંગે મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાના રતાંગ ગામના પશુપાલક લાલાભાઇની ગાય ચનિયારૂની બિમારીથી પિડાતી હતી. બાદમાં લાલાભાઇએ એનીમલ હેલ્પલાઇન 19612ની ટીમનો સંપર્ક કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જીવીકેઇએમઆરઆઇ મારફત વિસાવદરના સરસઇ ગામે 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું કાર્યરત કરાયું છે.

ત્યારે ગાયની બિમારીનો કોલ મળતા એનીમલ હેલ્પલાઇન 1962ના એમવીડી સરસઇ પશુ દવાખાનાની એમ્બ્યુલન્સના પાઇલોટ સંજય ચાવડા, ડો.ચિરાગ ગોંડલીયા તુરત પશુપાલકને ઘરે પહોંચ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે, ગાયને ચનિયારૂં બહાર આવી ગયું હતું અને ગાય એક દિવસથી પિડાતી હતી. બાદમાં 1962ના જિલ્લા પ્રોજેક્ટ ચેરમેન ડો. જતીન સંચાણીયા અને જિલ્લા અધિકારી મિલન જોષીના માર્ગદર્શનમાંં તુરત સારવાર શરૂ કરી ગાયનેે બચાવી લઇ નવજીવન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...