શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ શિખર મુખ્ય મંદિર ખાતે શ્રી રાધારમણ દેવના 194માં વાર્ષિક પાટોત્સવની 5 દિવસયીય ઉજવણી કરવામાં આવશે. આ અંગે મહંત શાસ્ત્રી સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢ), કોઠારી પી.પી.સ્વામિ અને ચેરમેન દેવનંદનદાસજીએ જણાવ્યું હતું કે, શ્રીરાધા રમણ દેવનો 194મો પાટોત્સવ ઉજવાશે અને સાથે ભગવાન સ્વામિનારાયણની સોરઠ લીલા કથાનું આયોજન કરાયું છે.
આમાં 13 મે શુક્રવારે બપોરે 3 વાગ્યે પોથીયાત્રા, 15 મે રવિવાર રાત્રિના 11 વાગ્યે હરિગાદી પટ્ટાભિષેક, 16 મે સોમવારે જલયાત્રા, આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજનું સામૈયું સાંજના 4 વાગ્યે કરાશે. 17 મે મંગળવારે સવારે 9 વાગ્યે શ્રી રાધારમણ દેવના મુખ્ય પ્રવેશ દ્વારનો શિલાન્યાસ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, વડિલ સંતો તેમજ યજમાન ભિખુભા હરસંગ વાઢેરની ઉપસ્થિતીમાં કરાશે.
મંગળા આરતી સવારે 5:30 વાગ્યે, અભિષેક સવારે 6:30 કલાકે, શણગાર અને અન્નકૂટ આરતી સવારે 9 કલાકે, સત્સંગ સભા સવારે 9:30 કલાકે તેમજ કથાની પૂર્ણાહૂતિ સવારે 11:30 વાગ્યે કરાશે. ભગવાન સ્વામિનારાયણ લીલા કથાના વ્યાસાસને સરધાર નિવાસી નિત્યસ્વરૂપદાસજીના શિષ્ય શાસ્ત્રી સત્સંગસાગર દાસજી બિરાજી કથાનું રસપાન કરાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.