લાલબત્તીરૂપ કિસ્સો:12 વર્ષનો સગીર મહિલાને મોબાઇલ ફોન કરી ખરાબ મેસેજ મોકલતો હતો

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોશ્યલ મિડીયાની સગીરના માનસ પર થતી અસરનો લાલબત્તીરૂપ કિસ્સો
  • પોલીસની સમજાવટ બાદ ભૂલ સ્વિકારી, મેેસેજ નહિ કરવા ખાત્રી આપી

સોશ્યલ મિડીયાના ગેરઉપયોગની સગીરના માનસ પર થતી વિપરીત અસરનો સમાજમાં લાલબત્તીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કડિયાવાડમાં રહેતી એક મહિલાને મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી ખરાબ મેસેજ અને ફોન આવતા હતા. મહિલાએ કંટાળી પતિને જાણ કરી અને બાદમાં નિરાકરણ લાવવા વાત ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને કરી. દરમિયાન પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના હોય એ ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.

બાદમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર, પીએસઆઇ એ.કે. પરમાર અને સ્ટાફ,શી ટીમના સ્ટાફ અને ડી સ્ટાફે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મેસેજ કરનાર ધોરણ 12માં અભ્યાસ કરતો સગીર હોવાનું જાણવા મળ્યું હતું.

બાદમાં સગીર તેના પરિવારજનો અને વકિલ મિત્ર સાથે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ભૂલનો સ્વિકાર કરી હવેથી મહિલાને તો નહિ કોઇને પણ ખરાબ મેસેજ કે ફોન ન કરવાની ખાત્રી આપી હતી. પોલીસે ટીનએજરને સોશ્યલ મિડીયાનો દુરૂપયોગ ન કરવા તેમજ અભ્યાસમાં ધ્યાન આપવા અને તેમના વાલીને પણ પોતાના સંતાનોનું ધ્યાન રાખવા અને સોશ્યલ મિડીયા દ્વારા કોઇ ગુનો ન કરી બેસે તેનો ખ્યાલ રાખવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...