તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:રાધા રમણ દેવ ટ્રસ્ટના ભાડુઆતોનું SPને આવેદન

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાક ધમકીથી મકાનો ખાલી કરાવતા હોવાનો આક્ષેપ
  • સંતોએ કહ્યું : 80 ટકા લોકો અનલીગલી રહે છે

જૂનાગઢ શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરના રાધારમણ ટ્રસ્ટના ભાડુઆતોએ એસપીને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, રાધારમણ દેવ ટ્રસ્ટના સ્વામિનારાયણ બિલ્ડીંગ, ઘનશ્યામપુરા, આનંદપુરા, સ્વામિ નિવાસ વગેરે ડેલા આવેલા છે. આ ડેલામાં અનેક ભાડુઆતો રહે છે. દરમિયાન મંદિરના ટ્રસ્ટીઓ મકાનો ખાલી કરાવવા ધાક ધમકી આપવા પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

દરમિયાન મંદિરના પી.પી. સ્વામિએ જણાવ્યું હતું કે, 450 જેટલા ભાડુઆતો છે. જોકે, તેમાંથી 80 ટકા તો અનલીગલી છે. કેટલીય મિલ્કતોમાં પેટા ભાડુતો છે તેમજ અનેક મિલ્કતોમાં ત્રીજા ભાડુઆતો પણ છે. કેટલાક લોકો અમેરિકા છે. આમ, છત્તાં ખોટી રીતે મિલ્કતનો કબ્જો જમાવી રહ્યા છે. વળી, અનેક બિલ્ડીંગો જર્જરિત છે.

જો ઇમારતો પડે તો ઇજા, જાનહાનિ થાય અને ટ્રસ્ટે વળતર પણ ચૂકવવું પડે. આ બિલ્ડીંગો જર્જરિત હોય છેલ્લા 3 વર્ષથી મનપા નોટીસ પણ આપે છે. આ જગ્યાનું યાત્રીકોની સુવિધા માટે નવિનીકરણ કરવાનું છે. અહિં ભોજન શાળા અને હોસ્પિટલ બનાવાની છે માટે જગ્યા ખાલી કરાવાઇ રહી છે. જોકે, આ બાબત જાણતા હોવા છત્તાં કેટલાક વિધ્ન સંતોષી ખોટી રીતે ઇશ્યુ ઉભા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...