ફરિયાદ:સાબલપુર ચોકડી પાસે ટેમ્પોએ બાઈકને ઠોકર મારી, 1ને ઈજા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાન શાળાએ પુત્રને તેડવા માટે જતો’તો, પોલીસ ફરિયાદ નોંધાઈ

જૂનાગઢમાં રહેતો એક યુવાન બાઈક લઈને શાળાએ પુત્રને તેડવા માટે જઈ રહ્યો હતો. એ દરમિયાન સાબલપુર ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતા ટેમ્પોએ બાઈકને હડફેટે લીધુ હતું. જેથી બાઈક ચાલકને ઈજાઓ પહોંચી હતી. અને ટેમ્પો ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢમાં રહેતા હરેશભાઈ દેવેન્દ્રભાઈ ગોહેલે નોંધાવેલી ફરિયાદ મુજબ હરેશભાઈ બાઈક લઈને ઓફીસેથી શાળાએ તેમના પુત્રને લેવા માટે જતા હતા. ત્યારે સાબલપુર ચોકડી પાસે ધોરાજી રોડ પરથી આવતા ટેમ્પો ચાલકે પૂરપાટ ઝડપે ચલાવી સાબલપુર ચોકડીના સર્કલ પર હરેશભાઈના બાઈકને ઠોકર મારી હતી. જેથી તેમને ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત બાઈકમાં પણ નુકસાન થતા જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બગડુ ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, 1ને ઈજા
જૂનાગઢમાં રહેતા સોનલબેન કોસાંબીએ નોંધાવેલી ફરિયાદ મુજબ સોનલબેન અને તેમના પતિ બંને બાઈક લઈને જૂનાગઢ આવી રહ્યાં હતા. એ સમયે બગડુ ગામ નજીક અન્ય એક બાઈકના ચાલકે પૂરપાટ ઝડપે ચલાવી બાઈકને ઠોકર મારી હતી. જેથી સોનલબેનના પતિને માથા અને પગના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ બાઈક ચાલક ફરાર થઈ જતા જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...