જૂનાગઢના બજારમાં ટ્રાફિક:મંદિરો, દુકાનો, લારી ગલ્લા ખુલ્યાં, પ્રથમ દિવસે નિયમનું પાલન ન થયું

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
એમજી રોડ સહિતની મુખ્ય બાજારમાં ટ્રાફિક જોવા મળ્યો હતો. - Divya Bhaskar
એમજી રોડ સહિતની મુખ્ય બાજારમાં ટ્રાફિક જોવા મળ્યો હતો.

જૂનાગઢ અનલોક થયું છે. જૂનાગઢમાં આવેલા ભવનાથ મંદિર, ગિરનાર પર અંબાજી મંદિર સહિતનાં મંદિરો ભાવિકો માટે ખુલ્યાં હતાં. શહેરમાં દુકાનો, લારી ગલ્લા,શોપીંગ કોમ્પ્લેક્સ વગેરે સવારે 9 થી સાંજનાં 7 વાગ્યા સુધી ખુલા રહ્યાં હતાં. શહેરની માંગનાથ, એમજી રોડ સહિતની મુખ્ય બાજારમાં ટ્રાફિક જોવા મળ્યો હતો. પરંતુ વેપારમાં ખાસ થયો ન હતો. તેમજ લારી- ગલ્લા ઉપર કોરોનાનાં નિયમનું પાલન ખાસ થયું ન હતું.

ભવનાથ મંદિરમાં સંતોઓ પુજા કરી
ભવનાથ મંદિર ભાવિકો માટે ખુલ્યું હતું. પ્રથમ ગિરનાર મંડળનાં સંતોએ પુજા કરી હતી. આ તકે મહંત હરીગીરીજી મહારાજ, મહંત ઇન્દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, મહામંડલેશ્વર મહિન્દ્રાનંદગીરીજી સહિતનાં હાજર રહ્યાં હતાં.

રોપ-વે શરૂ, બાળકોએ આનંદ માણ્યો
કોરોના કાળમાં લાંબા સમય પછી બાળકો પણ બહાર ફરવા નીકળ્યાં. રોપ-વે શરૂ થતા પ્રથમ તો શ્રીફળ વધેરી પ્રારંભ થયો હતો. બાળકોએ તેના પરિવાર સાથે રોપ-વેની મોજ માણી હતી.

ખાસ ખરીદી થઇ નહીં
વેપારીઓ દુકાન ખોલી નાખી હતી. પ્રથમ દિવસ હોય સફાઇ સહિતની કામગીરી કરી હતી. પરંતુ શુક્રવારે ખાસ ખરીદી થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...