ભક્તિ:પરમાત્માના મંદિરો પવિત્ર ઉર્જા અને પુણ્યના ભંડાર છે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હૈયાને હળવું કરવાનું આ દુનિયામાં કોઇ શ્રેષ્ડ સ્થાન હોય તો પ્રભુનું મંદિર છે

ગીરનાર તીર્થની ગોદમાં ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરિજી મહારાજ અને પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં નેમિનાથ જિનાલયની ધ્વજારોહણ પ્રસંગે પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે, પરમાત્માના મંદિરો પવિત્ર ઉર્જા અને પુણ્યના ભંડાર છે. પ્રભુનું મંદિર લક્ષ્મીનું ધામ છે. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ જેવાની મુલાકાત લેવા માટે વારંવાર એપ્લાય કરવી પડે છે. પણ પ્રભુની સાથે મુલાકાત કરવા માટે કોઇ એપ્લીકેશન કરવી પડતી નથી. પ્રભુ ગમે ત્યારે એપોઈન્ટમેન્ટ આપવા તૈયાર છે. હૈયાને હળવું કરવાનું આ દુનિયામાં કોઇ શ્રેષ્ડ સ્થાન હોય તો પ્રભુનું મંદિર છે.

જ્યાં તમે તમારી ભીતરી વ્યથાની કથા કરીને સ્વસ્થ અને પ્રસન્ન થઇ શકો છો. હોટલો અને હિલસ્ટેશનોથી ક્યારે પણ રિલેક્સ થવાતું નથી. પ્રભુ શાશ્વત કાળ માટે ભક્તને સ્વસ્થ કરે છે. સંસારની તમામ આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી મુક્ત થવાની માસ્ટરકી પરમાત્માની શરણાગતિ છે. આ દુનિયામાં તમારૂ કોઈ શરણ નથી. જે શરણ છે તે બધા તકલાદી અને સ્વાર્થી છે. પરમાત્મા જ્યારે આપણી આંગળી પકડે છે ત્યારે બેડો પાર થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...