સુરક્ષા સતર્ક કરાઈ:રાજ્યમાં આંતકી હુમલાની ધમકીને લઇ સોમનાથ મંદિર ખાતે ડોગ સ્કોડ, બીડીએસ સહિતની ટીમો તૈનાત કરાઈ

ગીર સોમનાથ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરમાં આવતા ભાવિકોનું સઘન ચેકીંગ બાદ જ પ્રવેશ આપવામાં આવશે

ગુજરાત રાજ્યમાં અલકાયદા આતંકી હુમલાની દહેશતના પગલે પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે અને સોમનાથમાં સમગ્ર શહેરમાં નેત્રમ સીસીટીવીથી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

મંદિર પરિસરની સુરક્ષામાં વધારો

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચનાથી ડી.વાય.એસ.પી સોમનાથ સુરક્ષા, પી.આઇ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન તથા સ્ટેટ આઇબીના અધિકારી દ્વારા સોમનાથ મંદિર તથા મંદિર પરિસરની સુરક્ષામાં વધારો કરી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

તમામ ચીજવસ્તુઓ સહિત યાત્રિકોનું પણ ચેકીંગ

સોમનાથ મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી તમામ ચીજવસ્તુઓ સહિત યાત્રિકોનું પણ ચેકીંગ કરવામાં આવી રહેલ છે. જિલ્લાના અન્ય જાહેર સ્થળો તેમજ આંતર જિલ્લા ચેકપોસ્ટ પર સુરક્ષા સઘન બનાવાયી છે. મંદિરમાં પ્રવેશ વખતે માલ સમાન બહાર રાખવાની વ્યવસ્થા તેમજ મંદિરમાં અંદર લઇ જવતા પ્રસાદ અને પૂજાની સમગ્રીનું પણ સઘન ચેકીંગ હાથ ધરાયેલ છે.

સોમનાથ મંદિરમા રાખવામા આવેલ બીડીડીએસ ટીમ તથા ડોગ સ્કોડ તથા ક્યુઆરટી ટીમ દ્વારા મંદિર પરિસર તથા મંદિર પરિસરની આજુબાજુમા આવેલ હોટલો, ગેસ્ટ હાઉસ તેમજ સોમનાથ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, વૉલ્ક વે, રામ મંદિર, હમીરજી સર્કલ, ત્રીવેણી ઘાટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન જેવા સ્થળો પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ છે. સોમનાથમાં સમગ્ર શહેરમાં નેત્રમ સીસીટીવી થી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...