તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:શિક્ષકોના પ્રશ્નોની 20 ઓગસ્ટ સુધીમાં ઉકેલાઇ જવાની આશા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૈક્ષિક મહાસંઘ, અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ
  • સોશ્યલ મિડીયામાં ચાલતા આંદોલન બાદ નિર્ણય

શિક્ષણ વિભાગને લગતા પ્રશ્નો 20 ઓગસ્ટ સુધીમાં ઉકેલવા શક્યત: તમામ પ્રયત્નો થશે તેમ જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઇ 1 ઓગસ્ટથી સોશ્યલ મિડીયામાં આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે આની નોંધ લઇ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતે વિવિધ અધિકારીઓ તેમજ રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગને લગતા પ્રશ્નો 20 ઓગસ્ટ સુધીમાં ઉકેલવા શક્યત: તમામ પ્રયત્નો થશે તેમ જાણવા મળી રહ્યું છે.

ખાસ કરીને જૂના શિક્ષકોની સત્વરે ભરતી,પાંચ વર્ષની સળંગ નોકરી, સાતમાં પગાર પંચના હપ્તા રોકડમાં ચૂકવવા, 2 વર્ગોની શાળામાં 4 શિક્ષકો, નિવૃત્ત કર્મીને 300 રજાનું રોકડ રૂપાંતર, સુરક્ષાચક્રમાં સહાયકોને લાભ મળવો વગેરે બાબતે ચર્ચા કરાઇ હતી. દરમિયાન 7 ઓગસ્ટથી લંબાવેલ સોશ્યલ મિડીયા આંદોલન 10 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે તેમજ પ્રશ્નો ન ઉકેલાય ત્યાં સુધી ચાલુ રાખવા નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...