રજૂઆત:હોટેલ, રિસોર્ટ, વોટર પાર્કની જેમ અન્ય ધંધાર્થીને પણ ટેક્ષમાં માફી આપો

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં.4ના કોંગ્રેસના કોર્પોરેટરની સીએમને રજૂઆત

કોરોનામાં અનેક ધંધાર્થીઓના ધંધા બંધ રહ્યા હતા ત્યારે આવા ધંધાર્થીઓને પણ પ્રોપર્ટી ટેક્ષમાં તેમજ હાઉસ ટેક્ષમાં માફી આપવા રજૂઆત કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં રજૂઆત કરાઇ છે કે, સરકારે હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને કોરોનાના કારણે ધંધા બંધ રહ્યા હોય પ્રોપર્ટી ટેક્ષમાંથી મુક્તિ આપી છે.આ નિર્ણય સારો અને આવકાર દાયક છે. પરંતુ કોરોનાના કપરા કાળમાં જીવન આવશ્યક ચિજવસ્તુ સિવાયના મોટાભાગના ધંધા બંધ હતા. ત્યારે આવા તમામ ધંધાર્થીઓને પણ પ્રોપર્ટી ટેક્ષમાંથી તેમજ હાઉસ ટેક્ષમાંથી પણ 1 વર્ષ માટે રાહત આપવી જોઇએ. હોટેલ,રિસોર્ટ, વોટર પાર્ક વગેરેના માલિકો આર્થિક રીતે સક્ષમ હોય છે.

જ્યારે નાના ધંધાર્થીઓ તેમજ કોરોનાના કારણે રોજગારી ગૂમાવનાર લોકો હાઉસ ટેક્ષ ભરવા પણ સક્ષમ હોતા નથી. તેમ છત્તાં મનપા દ્વારા આવા લોકો પાસેથી તમામ વેરા વ્યાજ સહિત ઉઘરાવાય છે. ત્યારે આવા તમામ ધંધાર્થીઓને તેમજ કોરોનામાં બેરોજગાર બનેલા લોકોને પ્રોપર્ટી ટેક્ષ તેમજ હાઉસ ટેક્ષમાંથી 1 વર્ષ માટે મુક્તિ આપવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...