સોમનાથમાં 'જેઠાલાલ':તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર દિલીપ જોશીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રસ્ટના મેનેજર દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યું

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટના મેનેજર દ્વારા દિલીપ જોશીને મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યું હતું.

પ્રખ્યાત ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીએ પરિવાર સાથે જગવિખ્યાત સોમનાથ મહાદેવના મંદિરમાં શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી. આ તકે મંદિરના ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યું હતું. આ સાથે દિલીપભાઈ જોશીએ ટ્રસ્ટના અધિકારી પાસેથી સોમનાથ યાત્રાધામના વિકાસ અંગે જાણકારી મેળવી પ્રભાવિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...