તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાળવણી:વેરાવળ તાલુકાના છ પેટા આરોગ્ય કેન્દ્રમાં ખુટતા સાઘનો માટે તા.પં.એ વાર્ષિક આયોજનમાંથી 29 લાખની રકમ ફાળવી

વેરાવળ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છ આરોગ્ય કેંદ્રમાં બે જનરેટર અને 100 જેટલી ઓક્સિજનની બોટલની જરુરિયાત પૂર્ણ થશે

કોરોનાની બીજી લહેરએ શહેરો સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ કહેર વર્તાવેલ હોવાથી ગ્રામજનોને નજીકમાં જ આરોગ્‍યની સુવિઘા મળી રહે તે માટે પેટા આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર માટે જરૂરી સાઘનો પુરા પાડવા સરકારએ સુચના આપી છે. જેને લઇ વેરાવળ તાલુકા પંચાયતએ વાર્ષીક આયોજનમાંથી 6 પીએચસી કેન્‍દ્રોમાં જરૂરી સાઘનો ઉપલબ્‍ઘ કરાવવા 29 લાખ રકમની ફાળવણી કરી છે.

જે અંગે તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઇ સોલંકીએ જણાવેલ કે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજાના આરોગ્યને ધ્યાને લઈ તાલુકાના 53 ગામડાઓ વચ્‍ચે કાર્યરત 6 પીએચસી કેન્દ્રોને જરૂરી સાઘનો માટે રૂ.29 લાખની રકમ તમામ સભ્‍યોની સહમતિથી ફાળવેલ છે. આ રકમમાંથી (1) ડારી પીએસસી કેન્‍દ્રમાં 20 નંગ આકસીજન બોટલો માટે રૂ.3 લાખ, (2) આજોઠા પીએચસી કેન્દ્રમાં જનરેટર માટે રૂ.5.50 લાખ તથા 20 નંગ અોકસીજન બોટલ માટે રૂ.3 લાખ (3) આદ્રી પીએચસી કેન્દ્રમાં જનરેટર માટે રૂ.5.50 લાખ તથા 20 નંગ ઓકસીજન બોટલ માટે રૂ.3 લાખ (4) ગાવિંદપરા પીએચસી કેન્દ્રમાં 20 નંગ ઓકસીજન બોટલ માટે રૂ.3 લાખ, (5) પંડવા પીએચસી કેન્દ્રમાં 20 નંગ ઓકસીજન બોટલ માટે રૂ.3 લાખ, (6) પ્રભાસપાટણ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં એકસ-રે મશીનની કમ્‍પલીટ કીટ માટે રૂ.3 લાખ ફાળવેલ છે.

અન્ય સમાચારો પણ છે...