તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:વેરાવળમાં રસીકરણ અને કોવિડ ગાઈડલાઈન્સના પાલન અંગે સામાજિક આગેવાનોને સક્રિય ભૂમિકા ભજવવા તંત્રએ અપીલ કરી

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિવિઘ સમાજના આગેવાનો સાથે પ્રશાસને બેઠકે યોજી

કોરોનાની બીજી લહેરમાં કેસોનો રાફડો ફાટવાની સાથે મોટી સંખ્‍યામાં લોકો વધુ સંક્રમિત બની રહ્યા છે. ત્‍યારે જીલ્‍લામથક વેરાવળમાં લોકો માસ્‍ક પહેરવા, સોશીયલ ડીસ્‍ટન્‍સ જાળવવા જેવી ગાઇડલાઇનના સ્‍વયંમ પાલન બાબતે બેદરકારી દાખવી રહયા છે. જયારે કોરોનાથી બચવા વેકસીન લેવા બાબતે પણ વરીષ્‍ઠ લોકોમાં નિરૂત્‍સાહનો માહોલ જોવા મળી રહયો છે. જેથી પ્રાંત અઘિકારી અને સીટી પોલીસ અઘિકારીએ શહેરના સામાજીક આગેવાનો સાથે બેઠક કરી હતી. ઉપરોકત બંન્‍ને બાબતો અંગે લોકો જાગૃત બની વઘુમાં વઘુ વરીષ્‍ઠો વેકસીન લે અને ગાઇડલાઇનનું સ્‍વયંમ પાલન કરે તે માટે સામાજીક આગેવાનોને સક્રીય ભુમિકા ભજવી સામાજીક સ્‍તરે પોતાના વઘુમાં વઘુ લોકોને જાગૃત કરે તેવી અપીલ કરી હતી.

વેરાવળમાં પ્રાંત કચેરીના કોન્‍ફરન્‍સ હોલમાં પ્રાંત અઘિકારી સરયુબા ઝણકાંત , સીટી પીઆઇ ડી.ડી.પરમારે જુદા-જુદા સમાજના પ્રમુખ-પટેલો અને આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં પ્રાંત અધિકારી સરયુબા ઝણકાંતે જણાવેલ કે, કોરોનાના સંક્રમણને અટકાવવા રસીકરણ માટે વહીવટી તંત્ર સઘન કામગીરી કરી રહ્યું છે. જે કામગીરીમાં સામાજીક આગેવાનોએ આગળ આવી સક્રીય ભુમિકા ભજવી પોતાના સમાજ લેવલેએ રસીકરણ કેમ્પોનું આયોજન કરી વઘુમાં વઘુ સમાજના વરીષ્‍ઠ લોકોને કોરોના રસીના બંન્‍ને ડોઝ અપાવવાનું કામ કરવું જોઇએ. તો જ સરકારના રસીકરણનો લાભ સમાજના છેવાડાના માણસને મળશે.

પ્રાંત અઘિકારીની હાજરીમાં મળેલ બેઠકની તસ્‍વીર
પ્રાંત અઘિકારીની હાજરીમાં મળેલ બેઠકની તસ્‍વીર

વઘુમાં શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વઘી રહયુ છે એવા સમયે શહેરની બજારોમાં ઘણા વેપારીઓ-દુકાનદારો અને કામ કાજ અર્થે નિકળતા શહેરીજનો માસ્‍ક પહેરવા, સોશીયલ ડીસ્‍ટન્‍સ જાળવવા બાબતે બેદારકારી દાખવી રહયા હોવાનું તંત્રના ઘ્‍યાને આવેલ છે. ત્‍યારે માસ્‍ક પહેરી રાખવા અને સોશીયલ ડીસ્‍ટન્‍સ જાળવવા સહિતની ગાઇડલાઇનનું લોકો- વેપારીઓ સ્‍વયંમ શિસ્‍ત રીતે પાલન કરે તે જરૂરી છે. જે બાબતે પણ સામાજીક આગેવાનોએ સક્રીય રહીને સમજણ આપી જાગૃત કરવા અપીલ કરી હતી. લોકો બેદરકારી દાખવવાનું નહીં છોડે તો કોઇની શેહ શરમ રાખ્‍યા વગર તંત્ર નિયમોનુસાર દંડકીય સહિતની કાર્યવાહી કરશે.

બેઠકમાં ડો.બામરોટીયાએ પણ કોરોનાને નાથવા માટે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને વેકસીનેશના મહત્વ વિશે વિસ્તુત જાણકારી આપતા જણાવેલ કે, લોકોએ ખોટી અફવાઓથી દુર રહી ને વધુને વધુ લોકોએ કોરોના વિરોધી રસી મુકાવવી જોઇએ. આ બેઠકમાં પાલીકા, આરોગ્યનો સ્ટાફ હાજર રહયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો