તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામવાળા ગીરના અકસ્‍માતના ગુનામાં આરએફઓએ ખામીયુકત તપાસ કરી હોવાનું ટાંકી કોર્ટે ખાતાકીય પગલા ભરવા હુકમ કર્યો

વેરાવળ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિપડાના મોતમાં ભેદભાવ અને ખામીયુકત તપાસ કરતા આરોપી નિર્દોષ છુટ્યો
  • કોર્ટના આકરા વલણથી વનવિભાગમાં ખળભળાટ મચ્યો

ગીર જંગલની જામવાળા રેંજ વિસ્‍તારમાં એક અકસ્‍માતમાં દિપડાનું મૃત્‍યુ થયું હતુ. જે ફરીયાદની તપાસ જામવાળા ગીરના આર.એફ.ઓ.એ ખામીયુકત અને ભેદભાવ ભરી તપાસ કરી હોવાનું કોર્ટએ સંજ્ઞાન લઇ તેમના વિરૂઘ્‍ઘ ખાતાકીય પગલા ભરવા ડીસીએફ - ગીર પશ્ચીમ વિભાગને હુકમ કરી 30 દિવસમાં કોર્ટને જાણ કરવા જણાવેલ છે. જયારે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો છે. આ હુકમને પગલે વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

ત્રણ માસ પહેલા ગત તા.5-2-2021 ના રોજ રોજ આરોપી કુશ શૈલેષભાઈ સુરેજા રે.જામજોધપુર જી.જામનગરવાળો પોતાની મોટરકાર જી-03-ઇ- 9643 લઇ જઇ રહેલ ત્‍યારે રસ્‍તામાં વનવિભાગની ચેકપોસ્ટ તથા મેઈન રોડના સાઈન બોર્ડની સુચના નજર અંદાજ કરી પુરઝડપે પોતાની ઈનોવા મોટરકારમાં જઇ રહેલ અને રસ્‍તામાં દિપડાને ટકકર મારી મોત નીપજાવેલ હતુ. જે અકસ્‍માત અંગે જામવાળા ગીરના આર.એફ.ઓ. નરેશભાઈ મંગળદાસ પટેલએ ફરીયાદ નોંધાવી આરોપી કુશને અટક કરી હતી. ત્‍યારબાદ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યા બાદ હાલ ચુકાદો આવેલ ત્‍યાં સુધી આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં હતો.

આ કેસ ગીરગઢડા જયુડી. મેજી. કોર્ટમાં ચાલી રહ્યો હતો. કોર્ટમાં સરકારી અને આરોપી બન્‍ને પક્ષો વચ્‍ચે દલીલો થઇ હતી. જેમાં ફરીયાદ પક્ષ પુરતા પુરાવાના અભાવે હકકીત સાબિત કરવામાં નિષ્‍ફળ ગયેલ હોવાનું ટાંકી કોર્ટના જજ એસ. પી.દવેએ આરોપી કુશ શૈલેષભાઈ સુરેજા રહે.જામજોધપુર વાળાને ક્રિમીનલ પ્રોસીજર કોડ કલમ 248(1) અન્યવે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ કલમ 2(16) કે તથા કલમ 9 મુજબના ગુનામાં નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ હતો. મોટરકાર ઈનોવા પણ પાછી આપવા હુકમ કરેલો છે.

હુકમમાં વઘુમાં જણાવેલ કે, આ ગુનાની તપાસ કરનાર જામવાળા (ગીર)ના આરએફઓ નરેશભાઈ મંગળદાસ પટેલ ખામી યુકત અને ભેદભાવ ભરી તપાસ માટે જવાબદાર હોવાનું જણાઇ આવેલુ છે. જેથી ફોરેસ્‍ટ કર્મચારી વિરૂદ્ધ નામદાર સર્વોચ્‍ચ અદાલત દ્વારા નિર્ણીત ચુકાદા અનુસાર કાયદેસરના ખાતાકીય પગલા ભરવા ડી.સી.એફ - ગીર પશ્ચિમ વિભાગને હુકમ કરેલો છે. વઘુમાં આરએફઓ નરેશભાઈ પટેલ સામે દિવસ ૩૦ માં પગલા ભરી ગીરગઢડા કોર્ટને લેખીતમાં જાણ કરવા અંતમાં આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો