ACBની ટ્રેપ:ગીર સોમનાથના સુત્રાપાડાના તાલુકા વિકાસ અધિકારી 5 હજારની લાંચ લેતા ઝડપાયા, મંડળીનું બિલ પાસ કરાવવા લાંચ માગી હતી

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાંચ લેતા પકડાયેલ ટીડીઓ - Divya Bhaskar
લાંચ લેતા પકડાયેલ ટીડીઓ
  • મંડળીના સંચાલકની ફરિયાદ બાદ ACBએ છટકું ગોઠવી TDOને લાંચ લેતા ઝડપી પાડ્યા

ગીર સોમનથ જીલ્‍લાના સુત્રાપાડાના તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં જ લાંચ લેતા રંગેહાથે ઝડપાય જતા સરકારી કચેરીઓ સહિત પંથકમાં ચકચાર જાગી છે. ટીડીઓએ તાલુકાની એક મંડળીનું લાખોનું બિલ પાસ કરવા માટે લાંચ માંગેલ હતી. જે પેટેની અમુક રકમ લેતા એસીબીએ છટકુ ગોઠવી રંગેહાથે ઝડપી લીઘા હતા. તો ઘણા લાંબા સમય બાદ ગીર સોમનાથ જીલ્‍લામાં એકાએક થયેલ એસીબીની કાર્યવાહીના પગલે ભ્રષ્‍ટ અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. આ મામલે એસીબીએ આગળની ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

ગીર સોમનાથ જીલ્‍લાની સરકારી કચેરીઓમાં ભ્રષ્‍ટાચારે માઝા મુકી હોવાની થઇ રહેલ વ્‍યાપક ચર્ચા વચ્‍ચે ઘણા લાંબા સમય પછી એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોએ કાર્યવાહી કરી એક લાંચીયા અધિકારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીઘાનો કીસ્‍સો સામે આવતા ચકચાર જાગી છે. ત્‍યારે આ મામલાની પ્રાપ્‍ત વિગતોનુસાર જીલ્‍લાના સુત્રાપાડામાં છેલ્‍લા એક વર્ષથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી અમૃત પરમારે તાલુકાની લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે રૂ.5 લાખના કરેલા કામનું બિલ પાસ કરવા માટે રૂ.50 હજારની લાંચ માંગી હતી. જેને લઇ મંડળીના સંચાલકે એસીબીને ફરિયાદ કરી હતી.

જે માહિતીની ખરાઇ કર્યા બાદ તેના આઘારે જીલ્‍લા એસીબીના સ્‍ટાફે છટકુ ગોઠવ્‍યુ હતુ. જે મુજબ આજે બપોરના સમયે કચેરીમાં પીપળવા સહકારી મંડળીનો પ્રતિનિઘિ માંગેલ લાંચની રકમ પેટે રૂ.5 હજાર આપવા તાલુકા કચેરીએ ગયેલ હતો. જયાં તે ટીડીઓ અમૃત પરમારને લાંચની રકમ આપી રહેલ ત્‍યારે જ એસીબીના સ્‍ટાફે પહોંચી જઇ અધિકારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીઘા હતા. જેના પગલે કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો. હાલ આ મામલે એસીબીએ નિવેદન નોંઘવા અને સર્ચની કામગીરી હાથ ઘરી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...