જૂનાગઢની આશિર્વાદ હોટેલમાં પાવર ચોરીમાં કિસ્સામાં ઓછું બિલ અપાયાની તેમજ અધિકારી સામે કાર્યવાહી ન કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આઅંગે મળતી વિગત મુજબ જૂનાગઢની માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ હોટેલ આશિર્વાદમાં વિજચોરી થતી હતી.
આ અંગે ચેકીંગ બાદ હોટેલને 40.25 લાખનું વિજ ચોરીનું બિલ ફટકારાયું છે. દરમિયાન એવી પણ ચર્ચા થઇ રહી છે કે, બિલ ઓછું અપાયું છે. વેરાવળની રિવર ફ્રન્ટ હોટેલમાં 60 કિલો વોટનો વિજ વપરાશ હોવા છત્તાં 43 લાખનું બિલ અપાયું છે. જ્યારે આશિર્વાહ હોટેલમાં 95 કિલો વોટનો વપરાશ હોવા છત્તાં 40.25 લાખનું જ બિલ અપાયું છે! વળી 25 લાખથી વધુનું બિલ હોય તો લોકલ ડીઇ(એસડીઓ) સામે પગલાં લેવાનો પરિપત્ર છે તેમ છત્તાં આ બનાવમાં કેમ પગલાં નથી લેવાયા?
શું કહે છે પીજીવીસીએલના અધિકારી
આ અંગેપીજીવીસીએલના અધિકારી મુકેશભાઇ મંડોરાએ જણાવ્યું હતું કે, બિલ મેન્યુઅલી બનતા નથી, સોફ્ટવેર ઓનલાઇન બિલ બનાવે છે. અધિકારી માત્ર ડેટા-યુનિટ ફિડ કરે પછી સિસ્ટમ બિલ બનાવે છે. દરમિયાન પાવર ચોરી સામે કેટલા બિલ ભરાયા છે તે રકમ બાદ કરીને પછી ચોરીનું બિલ અપાય છે.
માનીલો કે કોઇ અન્ય કિસ્સામાં બિલ ન ભરાયું હોય તો મોટી રકમનું બિલ આવે. બિલ ભરાયું હોયતો તે રકમ બાદ થઇને બાકીની રકમનું બિલ આવે. બાકી કોઇના કહેવાથી બિલ ઓછું કે વધુ થઇ શકે નહિ. બીજી વાત કાર્યવાહીની તો ખુદ પીજીવીસીએલના અધિકારીની સ્થાનિક ટીમના 3 એન્જીનિયરો પણ વિજચેકિંગમાં હતા. જો કોઇ સ્થાનિક અધિકારી ન હોય અથવા જાણી જોઇને નિગ્લેક્ટ કરેલ હોય તો તેની સામે કાર્યવાહી થાય.અમે તો સાથે જ હતા, પાવર ચોરી પકડવામાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.