કહાનીમાં ટવીસ્ટ:વિસાવદરમાં યુવતીની હત્યાની ચર્ચાએ પોલીસને ધંધે લગાડી, પણ એ તો હયાત છે

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ત્રી મિત્રને મૃત અને તબીબને હત્યારો ઘોષિત કરનારી કહાનીમાં ટવીસ્ટ

જૂનગાઢ જિલ્લાનો વિસાવદર તાલુકો આમ તો રાજકારનો પંથક કહેવાય છે. આ વિસ્તારે ગુજરાતને મુખ્યમંત્રી આપ્યા છે જેણે સૌરાષ્ટ્રને માફિયાઓથી મુક્ત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. એ પછી આ વિસ્તારનું કાઠું રાજકારણમાં ચાલ્યું પણ સ્થતિ બદલાઈ ગઈ. મતદારો હંમેશા સતા વિરોધી રહ્યા. આમ રાજકારણના અઠંગ વિસ્તારની આ એક એવી કહાની છે જેની ચર્ચાઓ એટલી થઇ કે પોલીસને મેદાનમાં ઉતરવું પડ્યું. ચર્ચા એવી હતી કે સરકારી દવાખાનાના એક તબીબ અને તેની પત્ની તેમજ પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો. લોકો ભેગા થયા, પછી બારણું બંધ થયું.

દરવાજે તાળા લાગી ગયા પણ લોકોના મોઢા બોલતા રહ્યા. વાયુ વેગે વાત સોશ્યલ મીડિયા સુધી પહોંચી અને પછી તો સત્ય શોધવામાં કેટલાય લોકો માંડી પડયા પણ કઈ મળ્યું નહીં. એટલે એવી વાત શરૂ થઇ કે આ પ્રેમ પ્રકરણમાં ઐયાશ તબીબે યુવતીને મારી નાખી યુવતીની હત્યા કરી લાશને ઠેકાણે પાડી દીધી. આવી વાતો વચ્ચે એમ પણ શરુ થયું કે યુવતી વિસાવદરની છે.

તેની અંતિમવિધિ પણ ખાનગીમાં કરી દેવાઇ છે. તબીબએ યુવતીને મારી નાખી. તબીબ હત્યારો એવી ચર્ચા શરુ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લઇ તબીબનો સંપર્ક કર્યો. પહેલા તો પોલીસ પાસે પણ સત્ય જુદું આવતું હતું કે, યુવતી કેશોદ તાલુકાના એક ગામની છે. પછી એવું આવ્યું કે યુવતી મહેસાણાની છે. બન્ને સાથે ભણતા હતા આખરે આ મામલે નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા એ સત્યને શોધવાનું શરુ કર્યું. જેમાં સત્ય તો બહાર આવી ગયું પણ એ સુખદ હતું કોઈની હત્યા થઇ ન હતી.

આખો મામલો એવો છે કે, વિસાવદરની સરકારી હોસ્પિટલના તબીબને એક યુવતી સાથે મિત્રતા હતી અને એક દિવસ બન્ને વચ્ચે થોડી ઉગ્ર ચર્ચા થઇ આજુબાજુના લોકોએ કઈ સાંભળ્યું લોકોના ટોળાઓ જામ્યા પછી પડદો પડી ગયો. સોશ્યલ મીડિયામાં આ કહાની વહેતી થઇ પછી અફવા અફવા અને મોઢા એટલી વાતો વચ્ચે તબીબને પ્રેમિકાનો હત્યારો "ઘોષિત" કરી દેવાયો. પણ પોલીસે આ કહાનીના બંને પાત્રોને જયારે બોલાવ્યા ત્યારે માત્ર પ્રેમ કહાની નીકળી. જે અનેક યુવાઓમાં જોવા મળે તેવું જ કંઈક આ પ્રેમકહાનીમા પણ હતું.

બન્નેને મળ્યા પછી પોલીસને પણ એ વાતની ખાતરી થઇ ગઈ કે કોઈ પ્રેમિકાની હત્યા નથી થઇ. કોઈ તબીબ હત્યારો નથી આ તો એકમાત્ર એવી કહાની હતી જેમાં એક રાજા અને એક રાણી હતા પણ વિલન જમાનો બની ગયો. વિસાવદરમાં મોઢા એટલી વાતો વચ્ચે યુવતી જીવે છે તબીબ પણ ફરજ ઉપર છે બધું બરાબર પણ હવે પોલીસને શાંતિ છે કે હાશ કોઈ હત્યા નથી થઇ.

અન્ય સમાચારો પણ છે...