મુશ્કેલી:તલાટીની હડતાળથી મગફળી રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી સર્જાઇ

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે રજીસ્ટ્રેશનનો સમય 11 દિવસ વધાર્યો પણ હડતાળ નડશે
  • હડતાળનો અંત લાવો અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરો

તલાટી મંત્રીઓની હડતાળના કારણે ટેકાના ભાવે મગફળી વેંચાણના રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે કાંતો હડતાળનો અંત લાવવા અથવા વેકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરાઇ છે. આ અંગે આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે, સરકારે ટેકના ભાવે મગફળી વેંચવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની જાહેરાત કરી છે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું છે કે, ગત વર્ષે 1 ઓકટોબરથી 20 ઓકટોબર સુધી જ ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવી હતી. આ વખતે 31 ઓકટોબર સુધી નોંધણી કરાવી શકશે. આમ, ખેડૂતોને ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળી વેંચવા ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં 11 દિવસનો વધારો કરાયો છે. જોકે, સ્થિતી એવી છે કે, તલાટીમંત્રીઓ હડતાળમાં હોવાના કારણે ખેડૂતોના પાણી પત્રકમાં 7-12, 8|અ માં નોંધણી થઇ શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...