તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:તાલાલાની એસબીઆઇ બેંકની બ્રાન્ચની સિસ્ટમમાં ફોલ્ટ આવતા ગ્રાહકો પરેશાન, ગ્રાહકોએ લેખિત ફરિયાદ કરી

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંખ્યાબંધ ગ્રાહકોના ખાતામાંથી લોકર ચાર્જ પેટે એકાએક ત્રણેક વર્ષની ચારથી 6 હજાર રકમ કપાઈ જતા રોષ વ્યાપ્યો
  • ગ્રાહકોએ કપાયેલી રકમ તાત્કાલીક પરત જમા આપવા માંગણી કરી

તાલાલા શહેરમાં આવેલી એસબીઆઇ બેંકની બ્રાન્ચની સિસ્ટમમાં ફોલ્ટ આવતા સંખ્યાબંધ ગ્રાહકોના ખાતામાંથી લોકર ચાર્જ જમા હોવા છતાં ગ્રાહકોના ખાતામાંથી ત્રણથી ચાર વર્ષનો રૂ.ચારથી છ હજાર સુધીનો લોકર ચાર્જ બાદ (કપાત) થઇ ગયાની સંખ્યાબંધ લેખીત ફરિયાદો ખાતા ધારકો દ્વારા બ્રાંચ સમક્ષ થયેલ હતી.

બેંક મેનેજરને વિવિધ ગ્રાહકોએ આપેલ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તાલાલા ગીરની એસબીઆઇ બેંકની સીસ્ટમમાં અચાનક ફોલ્ટ આવતા ગ્રાહકોના ખાતામાંથી એકી સાથે ત્રણ વર્ષના લોકર ભાડાના થતા રૂ. ચારથી છ હજાર સુધીની ૨કમ બાદ (કપાત) થઇ જતા ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા. ગ્રાહકોએ બેંકમાં તપાસ કરતા ખાતામાંથી બાદ થયેલી રકમ લોકરના ભાડાની હોવાનું જાણવા મળ્યુ હતું.

દર વર્ષે લેવામાં આવતું લોકર ભાડૂ તા.31 માર્ચ 2021 સુધીનું ગ્રાહકોએ ચુકતે કરી આપેલ હોવાની વિગતો ગ્રાહકોએ આપતા બેંકની સિસ્ટમમાં ગોટાળો થતાં ગ્રાહકોના ખાતામાંથી ભૂલથી એકી સાથે ત્રણ થી ચાર વર્ષનું લોકર ભાડુ બાદ (કપાત) થઇ ગયાનું મેનેજરે સ્વીકારી ખાતામાંથી બાદ થયેલી રકમ ગ્રાહકોના ખાતામાં પરત જમા આપવાની ખાત્રી આપી.

ગ્રાહકોના ખાતામાંથી ભુલથી બાદ થઇ ગયેલી રકમ જમા આપવા મેનેજરે ગ્રાહકોને ખાલી વાયદા આપતા હોય, બેંકના મેનેજમેન્ટ સામે ગ્રાહકોએ ભારે રોષ વ્યક્ત કરી બેન્કના ઉચ્ચ અધિકારીઓ ગ્રાહકોને તુરંત યોગ્ય ન્યાય અપાયે તેવી અંતમાં ગ્રાહકોએ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...