તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:તાલાલાથી ગલીયાવડના રોડનું બે મહિનાથી અધૂરું મુકી દેવાતા લોકો પરેશાન, અઢી કિમીના માર્ગ પર ચાલવું મુશ્કેલ

તાલાલા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
અધુરૂ મૂકી દીધેલ રસ્તાની હાલત - Divya Bhaskar
અધુરૂ મૂકી દીધેલ રસ્તાની હાલત
  • પાકા પેવર રોડનું કામ ચાલુ કર્યા બાદ મેટલ પાથરી કામ બંધ કરી દેવાયું

તાલાલા ગીરથી ગલીયાવડ ગીર ગામે જતો અઢી કિ.મી.નો માર્ગ પાકો પેવરથી બનાવવાનો છે પરંતુ કોન્ટ્રાકટર માર્ગ ઉપર મેટલીંગ કામ કરી બે માસથી માર્ગની કામગીરી બંધ કરી દીધી હોવાથી માર્ગ ઉપર કરેલ મેટલીંગ કામ ઉખડવા લાગતા માર્ગ ઉપરથી રાહદારીઓએ પસાર થવું કઠીન બની ગયું છે. જેથી તુરંત માર્ગ ઉપરનું પેવર કામ શરૂ કરાવવા ગામના અગ્રણી તથા ગ્રામજનોએ માંગણી કરી છે.

બાંધકામ વિભાગના મુખ્ય અધિકારીઓને પાઠવેલ પત્રમાં અગ્રણીઓએ જણાવેલ છે કે, તાલાલા ગીરથી ગલીયાવડ ગીર જતો અઢી કિ.મી. લાંબો માર્ગ પાકો પેવરથી બનાવવા એક વર્ષ પહેલા કોન્ટ્રેક્ટ આપવામાં આવેલ હતો. ત્યારબાદ કોન્ટ્રાકટરે પ્રથમ માર્ગ ઉપર મેટલીંગ કામ કર્યુ હતું. મેટલીંગ કામ પૂર્ણ થયા બાદ બે માસથી કામગીરી બંધ કરી જતા રહ્યો છે. પરીણામે માર્ગ ઉપરની મેટલ ઉખડવા લાગી હોવાથી થોડા દિવસમાં મેટલ ઉખડી જતાં માર્ગ મેટલના પથ્થરોથી ભરાઈ જતા માર્ગ ઉપરથી પસાર થવું કઠીન બની ગયું છે. જેના લીધે ગામના લોકોની સુવિધા વધવાને બદલે સમસ્યા વધી ગઈ હોવાથી ગ્રામજનો ત્રાહીમામ થઈ ગયા છે.

પત્રમાં વધુમાં જણાવેલ છે કે, મેટલીંગ કામ બાદ માર્ગ પેવરથી પાકો બનાવવાની કામગીરી કોન્ટ્રાકટરે સમયસર શરૂ કરી મેટલ ઉખડી જવાથી ઉભી થયેલ સમસ્યા દુર કરવા માંગણી કરી છે. પરંતુ આજ સુધી પરીણામ આવેલ નથી. જેથી માર્ગ ઉપર વારંવાર અકસ્માતોના બનાવો બનવા લાગ્યા છે. જે ગામના નિર્દોષ લોકો માટે આફતરૂપ બનેલ હોવાથી તાલાલા ગલીયાવડ માર્ગ ઉપર મેટલ કા જે.સી.બી.થી ઉખેડી ગયેલ મેટલ ઉપડાવી લ્યો અન્યથા અથવા માર્ગ પાકા પેવરથી બનાવી ગ્રામજનોની સમસ્યાનો અંત લાવવા માંગણી કરી છે.

ગલીયાવડ ગીર ગામની પ્રજાની સુખાકારી માટે રૂા 2 કરોડ 41 લાખના ખર્ચે બની રહેલ નવનિર્મીત માર્ગ પાકો પેવરથી બનાવવાની કામગીરી વહેલાસર શરૂ કરવામાં નહીં આવે તો ગલીયાવડ ગીર ગામની પ્રજા યોગ્ય ન્યાય મેળવવા આપની કચેરી સામે ઉપવાસ સાથે લોક લડતના મંડાણ કરશે તેવી ચીમકી અંતમાં આપી છે.

અન્ય સમાચારો પણ છે...