તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Talala NPA's Drastic Action Against The Power Company For Not Paying The Outstanding Amount Of Electricity Bill, Blackouts In Which Street Lights Were Cut Off In Four Zones

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક ઉઘરાણી:તાલાલા ન.પા.એ વીજબીલની બાકી રકમ ના ભરતા વીજકંપનીની આકરી કાર્યવાહી, ચાર ઝોનમાં સ્ટ્રીટલાઈટના જોડાણ કાપી નખાતા અંધારપટ

તાલાલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીજકંપનીનો નિર્ણય પ્રજાવિરોધીઃ ઉપપ્રમુખ

ગીર સોમનાથ જીલ્‍લાના તાલાલા શહેરમાં સ્‍ટ્રીટલાઇટના વીજ બીલની બાકી રકમ અંગે પાલીકા અને વીજ તંત્ર આમને સામને આવી ગયા છે. બંન્‍ને તંત્રો વચ્‍ચે પ્રજાને વગર કારણે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. તાલાલામાં પાલીકાના સ્‍ટ્રીટલાઇટના વીજ બીલની બાકી કુલ 90 લાખની રકમમાંથી બાકી ત્રીસેક લાખની રકમ ભરવા અંગે વિજ તંત્રએ નિયમ મુજબ નોટીસ આપેલ છતાં પણ બાકી રકમ પાલીકાએ ન ભરતા શહેરના ચાર ઝોનમાં સ્‍ટ્રીટલાઇટનો વીજ પુરવઠો કાપી નાંખ્‍યો હતો. તો બીજી તરફ પાલીકાના સત્તાધીશોએ આજદીન સુઘીમાં 60 લાખની રકમ ભરપાઇ કરી દીઘી છે. કનેકશનો કાપવાનું વીજ તંત્રનું પગલું અન્યાયકારક ગણાવી નારાજગી દર્શાવી છે.

આ અંગે તાલાલા વીજ અધિકારી સી.બી.ચરડવાએ આપેલ વિગત મુજબ તાલાલા પાલીકાને વારંવારની તાકીદ કરવા છતાં વીજ બીલના બાકી નાણા ભરવા લાપરવાહી રાખતા તાલાલા શહેરમાં પોલીસ સ્ટેશન તથા ખોડીયાર ગરબી મંડળ(નરસિંહ ટેકરી), હુડકો સોસાયટી કેનાલ કાંઠે તથા કૈલાસનગર સહિત ચાર ઝોનના સ્ટ્રીટલાઈટના કનેકશન કાંપી નાખવામાં આવેલ છે. જેથી શહેરના ઉપરોકત વિસ્તારમાં ગઇકાલથી જ અંધારપટ છવાઈ ગયો છે. આ અગાઉ તાલાલા પંથકના સાત ગામોની વીજ બીલની બાકી રકમ ન ભરતા ભરતા સ્ટ્રીટ લાઈટના કનેકશન કાંપી નાખવામાં આવ્યા હતા.બાદ તાલાલા શહેરના ચાર ઝોનના વીજ કનેકશન કાંપી નાખી વીજ બીલના બાકી રકમની ઉઘરાણી અંગે વીજ તંત્રએ કડક વલણ અપનાવેલ છે.

વીજ કચેરીનો નિર્ણય પ્રજા વિરોઘી : પાલિકા ઉપપ્રમુખ

તો બીજી તરફ આ મામલે તાલાલા પાલીકાના ઉપપ્રમુખ અમિત ઉનડકડએ જણાવેલ કે, તાલાલા શહેરના ચાર ઝોનની સ્‍ટ્રીટલાઇટોના વિજ જોડાણો કાંપી નાંખવાનો પીજીવીસીએલનો નિર્ણય શહેરની પ્રજા માટે અન્યાયકારક સમાન છે. તાલાલા પાલીકાનું છેલ્લા નવ માસ દરમ્યાન સ્ટ્રીટ લાઈટનું બીલ રૂ.90 લાખ આવેલ છે. લોકડાઉન તથા કોરોનાને કારણે પાલીકાની આર્થીક સ્થિતિ નબળી પડી ગઇ હોવા છતા પણ છેલ્‍લા ત્રણ માસથી 15-15 લાખના હપ્તા સાથે અત્‍યાર સુઘીમાં રૂ.60 લાખ જેવી રકમ વિજ તંત્રને ચુકવી આપેલ છે. પાલીકાને જે કાંઇ આવક થાય છે તેમાંથી ભરપાઇ કરવા વીજ તંત્રને અગ્રતા આપી રહયા છે. જે વીજ કચેરીના રેકર્ડ ઉપર છે. ​​​​​​​પાલીકાનો આટલો સકારાત્‍મક અભિગમ છતાં પણ વીજ તંત્ર વારંવાર નોટીસો આપી પાલીકા પૈસા ભરતી નથી તેવી જાહેરતો કરે તે અશોભનીય છે. વીજ કચેરીના બાકી લેણી રકમ શકય હોય તેટલી વહેલી ભરપાઈ કરવા પ્રયાસો કરી રહયાની અંતમાં ખાતરીપૂર્વક જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો