તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાલાલા તાલુકા વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ અને શિવસેનાના આગેવાનોએ દિલ્હીના રામ ભકત એવા બજરંગ દળના કાર્યકર રીંકુ શર્માના હત્યાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હત્યારાઓને ફાંસીના માંચડે ચડાવવાની માંગણી સાથેનું આવેદનપત્ર આપ્યુ છે.
હિન્દુ સંગઠનો દ્રારા રાષ્ટ્રપતિને સંબોઘેલ તાલાલા મામલતદારને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, તા.10 ફેબ્રુઆરીના રોજ રામ મંદિર નિર્માણ માટે રીંકુ શર્મા અને તેમનો ભાઇ નિઘી એકત્ર કરી રાત્રીના સમયે પોતાના ઘર ગયેલ હતા. ત્યારબાદ મુસ્લીમ જેહાદીઓએ સંગઠીત થઇ રીંકુ શર્માના ઘરમાં ઘુસસી પીઠમાં ચાકુ મારી હત્યા નિપજાવી હતી. આ હુમલા દરમ્યાન ગેસ સિલીન્ડર દ્રારા વિસ્ફોટ કરી કાર્યકરના આખા પરીવારની હત્યા કરવાનો પણ પ્રયાસ કરવામાં આવેલ હતો. તેમ છતાં સ્થાનીક પોલીસ મુસ્લીમ જેહાદીઓના પ્રભાવ અને દબાણમાં આવી અપરાઘીઓને બચાવી રહી છે.
જેને તાલાલા ગીરના તમામ હિન્દુ સંગઠનો સામુહીક રીતે વખોડી કાઢી હત્યામાં સંડોવાયેલા તમામ હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગણી કરી રહયા છે. આ ઉપરાંત કાર્યકરના પરીવારના એક સભ્યને સરકારી નૌકરી આપવાની સાથે રૂ.1 કરોડની આર્થીક સહાય આપવા માંગણી કરી છે. આ આવેદન આપવામાં વિહિપ, બજરંગ દળ અને શિવસેનાના અવઘેશ કાનાબાર, દિપેશ રાયચુરા, રમેશભાઇ ઉદેશ, અરવિંદ જોટવા, નાથાભાઇ સોલંકી સહિત મોટીસંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો હાજર રહયા હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.