તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:'તાઉ-તે' અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ કરવા તાલાલા ગીર કિસાન સંઘની માગ

વેરાવળ9 દિવસ પહેલા
તાલાલામાં સુત્રોચ્‍ચાર કરતા ખેડૂતો
  • રાજ્ય સરકારે ધિરાણ ભરવાની મુદત 30 જૂન સુધી લંબાવી છે

રાજય સરકાર દ્વારા કોરોનાના કપરા કાળમાં ખેડૂતોના પાક ધિરાણની રકમ ચૂકવવાની મુદતમાં તા.30 જુન સુઘી વધારો આપવાનો નિર્ણય જાહેર કરેલ છે. જેની સામે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત ગીર પંથકના ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહયો છે. તાલાલા ભારતીય કિસાન સંઘના આગેવાનો સહિતના ખેડૂતો દ્વારા અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ કરવાની પ્રબળ માંગણી કરી રહયા છે.

રાજયની રાષ્‍ટ્રીયકૃત, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઇપણ બેકમાંથી ખેડૂતોએ લીધેલા ટુંકી મુદતના પાક ધિરાણની ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. ત્‍યારે ભારતીય કિસાન સંઘે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત બનેલા તમામ વિસ્‍તારોના ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્‍ફળ ગયો હોવાથી દય‍નીય સ્‍થ‍િતિમાં મુકાયેલા ખેડૂતોની પરિસ્‍થ‍િતિને ઘ્‍યાને લઇ સરકાર અસરગ્રસ્‍ત વિસ્‍તારના ખેડૂતોનું સંપૂર્ણ ઘિરાણ માફ કરવા બાબતે નિર્ણય લે તેવી માંગણી કરી રહયા છે.

ભારતીય કિસાન સંઘ તાલાલાના પ્રમુખ પ્રવિણ છોડવડીયા
ભારતીય કિસાન સંઘ તાલાલાના પ્રમુખ પ્રવિણ છોડવડીયા

ભારતીય કિસાન સંઘ તાલાલાના પ્રમુખ પ્રવિણ છોડવડીયાએ જણાવેલ કે, તાઉ-તે વાવાઝોડાના કારણે ખેડૂતોનો સંપૂર્ણ પાક નાશ પામ્‍યો છે. ખેડૂતો પાસે પાકની આવક સિવાય અન્‍ય કોઇ આવક ન હોવાથી ખેડૂતો પાસે એક માસમાં પૈસાથી કયાંથી આવશે ? જેથી ઘિરાણ કંઇ રીતે રીન્‍યુ કરશે એ મોટો પ્રશ્ન છે ? આ બાબતે સરકાર નકકર નિર્ણય નહીં કરે તો ખેડૂતો વ્‍યાજના ચકકરના રવાડે ચડશે અને તેમાં ફસાઇ અઘટિત પગલુ ભરવું પડે તેવી સ્‍થ‍િતિમાં મુકાઇ જશે. આઝાદી પછી પ્રથમ વાર જગતના તાત પોતાનું અસ્‍ત‍િત્‍વ બચાવવા માટે સરકાર સંપૂર્ણ ઘિરાણ માફ કરે તેવી આશા સેવી છે.

ખેડૂત આગેવાન છગનભાઇ ભાલોડીયા
ખેડૂત આગેવાન છગનભાઇ ભાલોડીયા

કિસાન સંઘના પૂર્વ હોદેદાર છગનભાઇ ભાલોડીયા જણાવેલ કે, છેલ્‍લા એક વર્ષથી ખેડૂતો કોરોનાના અને તાજેતરના વાવાઝોડાના લીઘે બેહાલ થઇ ગયા છે. છેલ્‍લા એક વર્ષથી કોરોના સંકટ સહિતના અનેક કારણોને લીઘે ખેડૂતોને પોતાની જણસીના પુરા ભાવો મળયા નથી. જેના લીઘે કપરી પરિસ્‍થ‍િતિનો સામનો કરી રહેલા ખેડૂતોના કેરી સહિતના પાકને વાવાઝોડાએ નેસ્‍તનાબુદ કરી નાંખતા કફોડી સ્‍થ‍િતિમાં મુકાઇ ગયા છે. જેથી એક માસમાં ખેડૂતો કોઇપણ રીતે ઘિરાણની રકમ ભરી શકે તેવી સ્‍થ‍િતિમાં ન હોવાથી પાક ઘિરાણ સંપૂર્ણ માફ કરવું જરૂરી છે.

તાલાલાના ખેડૂત આગેવાન ડી.બી.સોલંકીએ જણાવેલ કે, ઘિરાણ ભરવાની મુદતમાં વઘારો કરવાના નિર્ણથી ખેડૂતોને કોઇ રાહત થવાની નથી. કારણ કે, વાવાઝોડાની આફતમાં ખેડૂતોના જીવનનિર્વાહના ખેતી પાકો સહિતના સાઘનો નાશ પામ્‍યા હોવાથી આર્થીક મુશ્‍કેલીમાં મુકાયો છે. હાલ પાક સંપૂર્ણ નાશ પામ્‍યો હોવાથી ખેડૂતોને કયાંયથી આવક થવાની શકયતા ન હોવાથી પાક ઘિરાણની રકમ માફ થવી એ સમયની જરૂરીયાત છે.

ખેડૂત આગેવાન ડી.બી.સોલંકી
ખેડૂત આગેવાન ડી.બી.સોલંકી

જેમ દેશમાં ઉઘોગપતિઓ બેંકોમાંથી કરોડોની લીઘા પછી ભરપાઇ ન કરી શકે તો તેને માફ કરી દેવામાં આવે છે. તે રીતે ખેડૂતોની દયનીય પરિસ્‍થ‍િતિને સરકારએ ઘ્‍યાને લઇ ઘિરાણ માફ કરવા બાબતે વિચારી નિર્ણય લેવો જોઇએ. ફકત વાવાઝોડાથી અસરગ્રસ્‍ત જીલ્‍લાના તાલુકા અને વિસ્‍તારના ખેડૂતોનું જ સંપૂર્ણ ઘિરાણ માફ કરવું જોઇએ તેવી અમારી લાગણી અને માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...