તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:હિટ એન્ડ રન કેસ નિવારવા કડક કાર્યવાહી કરો: કલેકટર

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરટીઓએ મહિનામાં 19.90 લાખનો દંડ વસુલ્યો

જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરે જિલ્લામાં બનતી હિટ એન્ડ રનની ઘટના નિવારવા માટે સબંધિત તમામ અધિકારીઓને સામુહિક કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

બેઠકમાં જૂન માસમાં નવા નોંધાયેલા 53 કેસ, જાહેર સુલેહ શાંતિ માટે 761 લોકો તેમજ 15 રિઢા ગુનેગારો સામે લેવાયેલ અટકાયતી પગલાં, અકસ્માતોના બનાવો, હદપારીના કેસોની સમિક્ષા કરી હતી. હથિયાર પરવાના, સ્વ રક્ષણના હથિયાર, એક્સપ્લોઝિવ લાયસન્સ, પેટ્રોલીયમ સ્ટોરેજ લાયસન્સ, ટ્રાફિકના કેસો વગેરેમાં દિશા નિર્દેશ આપી સમય મર્યાદા જાળવવા જણાવ્યું હતું.

દરમિયાન આરટીઓ દ્વારા ઓવરલોડ વાહનો, ઓવર ડાયમેન્સન, સીટ બેલ્ટ, પીયુસી, નો પાર્કિંગ, વધુ ગતિ માટે મહિનામાં 19.90 લાખનો દંડ વસુલ્યો હોવાનું જણાવાયું હતું. જિલ્લા કલેકટરે કોરોના મહામારી, આવનારા તહેવારોને લઇ જિલ્લામાં ચાંપતી નજર રાખવા જિલ્લા પોલીસને જણાવ્યું હતું. જ્યારે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની દર માસે સમિક્ષા કરવા જણાવ્યું હતું. આ તકે એસપી રવિતેજા વાસમ શેટ્ટી, આસિસ્ટન્ટ કલેકટર અંકિત પન્નુ, પ્રાંત અધિકારીઓ તેમજ પોલીસ અને આરટીઓના અધિકારીઓની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...