રજૂઆત:સાવજોની પજવણી કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરો

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રકૃતિ પ્રેમી અને વાઈલ્ડ લાઈફનાં સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી

છેલ્લા કેટલાક સમયથી જંગલ વિસ્તારમાં સિંહોની પજવણી કરાતી હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યાં છે. પજવણી કરનાર લોકો સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.

ગીર જંગલમાં જાણે સાવજો સલામત ન હોય તેમ સિંહોની પજવણી થતી હોય જેમના વિડીયો સોશ્યલ મિડીયામાં ફરતા થયા છે. આશરે 10 દિવસ પહેલા એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં ત્રણ શખ્સો સાવજને મારણ આપી પજવણી કરતા જોવા મળ્યા હતા. જેમની તપાસ હજુ થઈ નથી ત્યા જ વધુ બે વિડીયો જોવા મળ્યા હતા.

જેમાં સિંહબાળ અને બીજા વિડીયોમાં સિંહ પાછળ કાર હંકારી પજવણી કરવામાં આવી રહી છે. જેથી આ લોકો સામે કાર્યવાહી કરવા પ્રકૃતિ પ્રેમી અને ગુજરાત વાઈલ્ડ લાઈફ ઓફિશીયલ પેજ એડમીનનાં રવિરાજભાઈ સાન્ડસુરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...