તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:વેક્સિન લેવાના સોગંદ લેવડાવ્યા, પૂરા પાડવાના પણ સોગંદ લો

જૂનાગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સીએમ, રાજનેતાઓને બાર એસો.ના પૂર્વ પ્રમુખની અપીલ

ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે જ વેક્સિન લેવાના સોગંદ લેવડાવ્યા છે ત્યારે સાથોસાથ વેક્સિન પૂરા પાડવાના સોગંદ પણ લેવાની જરૂર છે તેમ બાર એસો.ના પૂૂર્વ પ્રમુખે જણાવ્યું હતું. 1 મેના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ હતો. આ દિવસે જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજનેતાઓએ વેક્સિન લેવાના સોગંદ લેવડાવ્યા હતા.

આ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યકત કરતા જૂનાગઢ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પી. ડી. ગઢવીએ જણાવ્યું હતું કે, કોરોના રસી લેવાના સોગંદ લેવડાવ્યા તે સારી વાત છે, પરંતુ સાથોસાથ વેક્સિન પૂરી પાડવાના પણ સોગંદ લેવાની જરૂર હતી. જો સમયસર વેક્સિન પુરા પાડી શકાય તેમ ન હોય તો આવો દેખાડો કરવાની શી જરૂર છે? લોકો તો વેક્સિન લેવા લાઇનો લગાવશે પરંતુ સરકાર વેક્સિન પૂરી પાડી શકશે ખરી? ત્યારે વેક્સિન પૂરી પાડવાના પણ સોગંદ લે તે જરૂરી છે તેમ પી.ડી. ગઢવીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો