આક્રોશ:તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ગ વિગ્રહ ફેલાવનાર સામે પગલાં લો

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહુજન વિકાસ ફોજની એસપીને રજૂઆત, યોગ્ય નહિ થાય તો આંદોલન

જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ગ વિગ્રહ ફેલાવનારા તત્વો સામે કડક પગલાં લેવાની માંગ સાથે આવેદન પત્ર અપાયું છે. એસપીને અપાયેલા આવેદનમાં બહુજન વિકાસ ફોજ દ્વારા જણાવાયું હતું કે,કેરાળા ગામના એક યુવાનને દારૂની મહેફિલ માણતા 4 શખ્સોએ માર માર્યો હતો. આવા બનાવો અવાર નવાર બને છે. ત્યારે તમામ ગામોમાં ભાઇચારો બની રહે તે માટે આવા વર્ગ વિગ્રહ ફેલાવનારા લોકો સામે કડક પગલાં લેવાની માંગ છે.

આ માટે આવા ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવાની પણ માંગ છે. દરમિયાન જો યોગ્ય નહિ થાય અને આવા બનાવો બનશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં તેમ બહુજન વિકાસ ફોજના જિલ્લા પ્રમુખ વિશાલ વાઘેલા,રોહિત વાઘ,ગોપાલ પરમાર, વિનોદ મકવાણા, જસ્મિન મકવાણા,મનોજ પરમાર,નટવર મકવાણા,પ્રકાશ પરમાર અને કેરાળા ગામની યુવા ટીમે ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...