માંગ:ફી માટે દબાણ કરનાર શાળા સામે કાર્યવાહી કરો

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસએ શિક્ષણ વિભાગને આપ્યું આવેદન. - Divya Bhaskar
એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસએ શિક્ષણ વિભાગને આપ્યું આવેદન.

જૂનાગઢ જિલ્લા એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસ દ્વારા શિક્ષણ વિભાગને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારી પ્રાઇવેટ સ્કુલો દ્વારા ફી માટે દબાણ કરવામાં આવે છે અને આ સ્કુલો સરકારની નજર હેઠળ ચાલી રહી હોવાના આક્ષેપો કર્યા હતા અને આવી સ્કુલો સામે કડક કાર્યવાહી કરવા અને પ્રથમ સત્રની ફી માફી કરવા વાલીઓએ માંગ કરી છે. આ તકે એનએસયુઆઇના પ્રમુખ યુગ પુરોહિત, જોલિત બુશા, યુથ કોંગ્રેસના શહેર પ્રમુખ કાર્તિક ઠાકર, અર્જુન ગઢવી, હર્ષ ગઢવી, ધર્મિત ગઢવી, ગોકુલ જાસાની સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...