રજૂઆત:ભગવાન શંકરનું ઘોર અપમાન કરનાર સામે કાર્યવાહી કરો

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટરની એસપી,બી ડિવીઝનને રજૂઆત

દેવોના દેવ મહાદેવ એવા ભગવાન શંકરનું ઘોર અપમાન કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર 1ના ભાજપના પૂર્વ કોર્પોરેટર ભૂપતભાઇ શેઠીયાએ એસપી તેમજ બી ડિવીઝન પોલીસમાં લેખીત અરજી કરી છે. અરજીમાં જણાવાયું છે કે,ભગવાન શંકર તમામ હિન્દુઓના આરાધ્ય દેવ છે. ત્યારે આનંદસાગર સ્વામિએ પોતાના પ્રવચન દરમિયાન અશોભનીય ભાષાનો પ્રયોગ કરી ભગવાન શંકરનું ઘોર અપમાન કર્યું છે.

આવા વાણીવિલાસથી શિવની ઉપાસના કરનાર ભક્તોની ધાર્મિક લાગણીને ભારે ઠેસ પહોંચી છે. ત્યારે હિન્દુધર્મના ભગવાનનું અપમાન કરનારૂં પ્રવચન કરનાર આનંદસ્વામી વિરૂદ્ધ તેમજ આ પ્રવચનના વિડીયોનો પ્રચાર, પ્રસાર કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ છે. આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરી ધડારૂપ સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં પણ કોઇ વ્યક્તિ હિન્દુધર્મના આરાધ્ય દેવનું અપમાન કરવાની ગુસ્તાખી ન કરે.

અન્ય સમાચારો પણ છે...