માર્ગદર્શન:દિવસમાં બેજ વાર ભોજન અને 55 મીનીટમાં દવા લો તો ડાયાબિટીસ મટે

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોમનાથમાં જગવિખ્યાત ડો. જગન્નાથ દીક્ષિતનું માર્ગદર્શક વ્યાખ્યાન

ગીર-સોમનાથ જિલ્લામાં આયુષ્યમાન ભારત અને ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ મિશન વેલનેસને અનુલક્ષીને સોમનાથ ખાતે લાઇફ સ્ટાઇલ મોડીફીકેશન સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં જગવિખ્યાત ડો. જગન્નાથ દીક્ષિત દ્વારા લાઇફસ્ટાઇલ મોડીફીકેશન અને મેદસ્વીતા અને ડાયાબિટીસને કઈ રીતે કોઈપણ દવાઓ વગર અટકાવીને કાબૂમાં લાવી શકાય એનું માર્ગદર્શન અપાયું હતું. તેમણે જણાવ્યું હતું કે, શરીરની અંદર વારેવારે ખોરાક અથવા મિષ્ટ પ્રવાહી લેવાને કારણે ઈન્સ્યુલીનનું પ્રમાણ વધે છે. જેને લીધે લાંબા ગાળે ડાયાબિટીસ ટાઇપ-2 ની શક્યતા રહે છે.

આથી ડાયાબીટીસને ટાળવા વ્યક્તિએ દિવસમાં બેજ વખત ખોરાક લેવો જોઇએ. જો બેજ વખત ખોરાક શરીરમાં જાય ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ બેજ વખત ઉત્પન્ન થાય. જેના કારણે ઇન્સ્યુલિનનું પ્રમાણ કાબૂમાં આવી જાય છે. અને ગણતરીના મહિનામાં વ્યક્તિ ડાયાબિટીસ મુક્ત બની શકે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વ્યક્તિ ખોરાક લે છે ત્યારે 55 મીનીટના સમયગાળામાંજ દવા અથવા ઈતર ખોરાક લઇ લેવામાં આવે તો દેશમાં ઘણા લોકો ડાયાબિટીસને શરીરમાંથી જળમૂળથી દૂર કરી શકે.

આ તકે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આધુનિક જીવનમાં પ્રવેશેલો માનસિક સ્ટ્રેસ ડાયાબિટીસનું મુખ્ય કારણ છે. યોગ અને જીવનશૈલીમાં નિયમિતતા લાવીને વ્યક્તિ ડાયાબિટીસમાંથી મુક્તિ મળે. કાર્યક્રમમાં જિ.પં. પ્રમુખ રામીબેન વાજા ડીડીઓ રવિન્દ્ર ખતાલે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...