પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન:જૂનાગઢ જિલ્લામાં વરિષ્ઠ મતદારો, દિવ્યાંગો અને કોવિડ-19ના શંકાસ્પદ લોકો માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરાવવા માટે તંત્રની કવાયત

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકશાહીના આ મહાપર્વમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા માટે વ્યાપક જનજાગૃતિ ઊભી કરવામાં આવી રહી છે. સાથે જ 80 + વય ધરાવતા વરિષ્ઠ મતદારો, દિવ્યાંગો (PWD)અને કોવિડ -19 પોઝિટિવ કે શંકાસ્પદ લોકો માટે પોસ્ટ બેલેટ પેપરથી મતદાન કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજના માર્ગદર્શનમાં પાત્રતા ધરાવનાર એક પણ નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ અને સંકલન કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે જઈ ઉક્ત મતદારોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેનું ફોર્મ-૧૨ D વિતરણ કરવામાં આવ્યું હતું. આ પૂર્વે બીએલઓ દ્વારા ડોર-ટુ-ડોર જઈ ઉક્ત મતદારોની ઓળખ કરી હતી. આમ, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ મતદારો મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આમ, લોકશાહીના આ મહાપર્વમાં દરેક મતદાતા સહભાગી થાય તેવી નેમ સાથે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...