'બૂથ ચલો' અભિયાન:જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર રેકોર્ડબ્રેક મતદાન માટે તંત્ર પ્રતિબદ્ધ

જુનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાતાઓને મતદાન મથક સુધી દોરી લાવવા માર્ગદર્શન આપતા જલ્લા ચૂંટણી અધિકારી

જૂનાગઢ જિલ્લા પાંચ વિધાનસભા બેઠકો પર રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી રચિત રાજના નેતૃત્વ અને માર્ગદર્શનમાં એક ખાસ વ્યુહરચના સાથે મતદાન જાગૃતિ અભિયમાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કડીમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ એક નવીન સોપાન ઉમેર્યું છે. નેતાજી સુધાષચંદ્ર બોઝના ‘ચલો દિલ્હી’ નારામાંથી પ્રેરિત થઈ ‘બૂથ ચલો’ કેમ્પેઈન લોન્ચ કર્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ કેશોદમાં બૂથ લેવલ અવેરનેશ ગૃપનાં કર્મચારીઓ સાથેની બેઠકમાં ‘બૂથ ચલો’ કેમ્પેઇન લોન્ચ કર્યું હતું. મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવાની સાથે મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને તે માટે જમીનીસ્તર પર ‘બૂથ ચલો’ ઝૂંબેશ દ્વારા યોજનાબદ્ધ રીતે કામ કરવામાં આવશે. આ માટે આશા કાર્યકરો, આગંણવાડી વર્કર, સ્વ સહાય જૂથના બહેનો સહિતના કર્મચારીઓ ડોર-ટુ-ડોર જઇને મતદારોમાં જગૃતિ ફેલાવવા અને તા.૧લી ડિસેમ્બરના રોજ અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન જાગૃતિ અભિયાન સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મહત્તમ મતદાન માટે સકારાત્મક વાતાવરણ નિર્માણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત નૈતિક મતદાન માટે અને સંવેદનશીલ વિસ્તારમાં વધુ મતદાન થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...