અનુમાન:27 જૂનથી સિસ્ટમ આધારીત સાર્વત્રિક વરસાદ, 23, 24 જૂનના મધ્યમ, હળવો વરસાદ વરસી શકે

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગોતરી મગફળીને ફાયદો થશે

છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ વિસ્તારોમાં પ્રિમોન્સુન એક્ટિવીટીના લીધે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં સારા વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે.છેલ્લા કેટલાક દિવસથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં છે.આ ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ પણ ન થયો હોય ખેડૂતો કાગડોળે સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યાં છે.જો કે આગામી થોડા દિવસો બાદ જ એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યોં હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે જૂનાગઢ કૃષિ હવામાનના ધીમંત વઘાસીયાએ વિગતો આપતાં કહ્યું હતું કે 23 અને 24 જૂનના દિવસે વિવિધ વિસ્તારોમાં હળવો,મધ્યમ વરસાદ પડશે જો કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી હાલના અનુમાન મુજબ આગામી 27 જૂનથી જ સિસ્ટમ આધારિત એટલે કે ચોમાસાના મુખ્ય વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને હાલની સ્થિતિ જોઈએ તો લગભગ 3 જુલાઈ સુધી વરસાદી માહોલ રહેશે અને રોજ વિવિધ વિસ્તારોમાં 2 ઈંચ થી પણ વધુ વરસાદ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે,કે લોકો 15 જૂન બાદ થી જ સારા વરસાદ ની આશા રાખી રહ્યાં હતાં.જો કે વિવિધ જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ પડ્યો છે.લોકોએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે વરસાદ ખેંચાયો છે જેથી ચિંતા એ વાત ની પણ છે,કે પાછોતરો વરસાદ થશે જેથી તૈયાર પાકને નુકસાન પણ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...