તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:જૂનાગઢ સિવીલમાં સારવારમાં થતિ બેદરકારી મુદ્દે કોંગ્રેસના પ્રતિક ઉપવાસ

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દી કરતા ઓક્સિજનની લાઇનો ઓછી, સ્ટાફની ઘટ
  • ટૂંક સમયમાં યોગ્ય નહિ થાય તો ઉગ્ર આંદોલન : કોંગ્રેસ પ્રમુખ

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીની યોગ્ય રીતે સારવાર થઇ રહી ન હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા સિવીલમાં પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે શહેર(જિલ્લા) કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, સિવીલમાં કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે. મોટાભાગના દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય છે માટે તેમને ઓક્સિજન પર રાખવા પડતા હોય છે. જોકે, હોસ્પિટલમાં ઓક્સિજનની લાઇનો ઓછી છે અને દર્દીઓ વધુ છે માટે સારવારમાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત પૂરતા સ્ટાફની પણ ઘટ છે. વળી ઓક્સિજનની સપ્લાયમાં પણ સમયસર થતી નથી. ત્યારે આ તમામ ક્ષતિના કારણે દર્દીના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. આ મામલે ટૂંક સમયમાં યોગ્ય નહિ કરાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.

સિવીલમાં ગંદકીએ માજા મૂકી
જૂનાગઢ સિવીલમાં ગંદકીએ માજા મૂકી છે. ચારો તરફ ગંદકીના કારણે દર્દીના સગા સબંધીઓને પણ બિમારી લાગવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે યોગ્ય રીતે સાફ સફાઇ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...