તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડતાલ:ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં કામ કરતા સફાઈકર્મીઓ હડતાળ પર ઉતર્યા,મનપામાં ફિકસ વેતનથી સમાવી લેવાની માગ

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોન્ટ્રાક્ટર તરફતી શોષણ થતું હોવાનો સફાઈકર્મીઓનો આક્ષેપ

જૂનાગઢ શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામા આવતું હોવાના આરોપ સાથે એકાએક સફાઇ કામદારો હડતાળ પર ઉતરી ગયા છે અને ડોર ટુ ડોર કલેકશન કામગીરી બંધ કરી દીધી હતી. આ તકે કામદારોએ મનપા ફિક્સ અથવા રોજમદારી તરીકે ભરતી કરે તેવી માંગણી કરી જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

જુનાગઢ મહાનગર પાલિકાના ડોર ટુ ડોર કચરા કલેકશન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો સફાઈકામદારોનો આક્ષેપ છે. આજે 100 થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જઈ સફાઈ કામગીરી બંધ રાખી હતી. હડતાલી સફાઈ કર્મચારીઓ હજીયાણી બાગ સામે છાવણી ઉભી કરી ધરણાં પર બેસી ગયા હતા.

આ તકે મનપા ડોર ટુ ડોર કલેકશનનો કોન્ટ્રાક્ટ બંધ કરી અને તમામ સફાઈ કર્મચારીઓને ફિક્સ વેતનથી કોર્પોરેશનમાં સમાવી લે તેવી માંગણી કરવામાં આવી હતી. અને જ્યાં સુધી તેઓની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં જ ડોર ટુ ડોર કલેકશન કરવા માટે સોસાયટીઓમાં કર્મચારીઓ ન જતા ઠેરઠેર ગંદકી ફેલાયેલ જોવા મળી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો