તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોશનીથી શણગાર:રોશનીથી ઝગમગી ઉઠ્યું સ્વામિનારાયણ સુવર્ણ શિખર મંદિર, આજે બપોરના 2:18થી રવિવાર 10:37 સુધી દિવાળી, નવું વર્ષ સોમવારે સવારના 7:07 સુધી જ

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીના તહેવાર શરૂ થતા તમામ લોકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે. બજારોમાંથી જે રીતે ખરીદી થઇ રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, કોરોના જાય કે ન જાય, મંદી ગાયબ થઇ ગઇ છે. લોકો હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે. દરમિયાન હાલ તહેવારોને લઇ શહેરના અનેક મંદિરોમાં અનેરો શણગાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ શિખર મંદિરે પણ રોશનીનો જગમગાટ કરી દેવાયો છે. પરિણામે સુર્વણ શિખર મંદિર વધુ દેદિપ્યમાન લાગી રહ્યું છે.

મંદિરોમાં વિશેષ શણગાર સાથેના દર્શન તેમજ અન્નકૂટના આયોજનો કરવામાં આવ્યા છે. દરમિયાન શનિવાર 14 નવેમ્બરે કાળી ચૌદશ અને દિવાળી બન્ને તહેવારો છે. જ્યારે દિવાળીનો પ્રારંભ શનિવારે બપોરના 2:18થી થશે અને બીજા દિવસ 15 નવેમ્બર રવિવારે 10:37 સુધી દિવાળી ગણાશે.જ્યારે સોમવાર 16 નવેમ્બરના સવારના 7:07 મિનીટ સુધી જ નૂતન વર્ષ છે. ત્યાર બાદ ભાઇબીજનો પ્રારંભ થશે.લાભ પાંચમ 19 નવેમ્બરને ગુરૂવારે મનાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો