તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:તાલાલા પંથકના અમૃતવેલ-શિરવાણ સહિતના 14 ગામોમાં હજુ સર્વે બાકી, તુરંત કાર્ય થાય તેની કિસાન સંઘે માંગણી કરી

તાલાલા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાવાઝોડાના લીઘે ગ્રામ્‍ય વિસ્‍તારમાં થયેલ નુકસાનીની પ્રતિકાત્‍મક તસ્‍વીર - Divya Bhaskar
વાવાઝોડાના લીઘે ગ્રામ્‍ય વિસ્‍તારમાં થયેલ નુકસાનીની પ્રતિકાત્‍મક તસ્‍વીર
  • કોરોનાથી મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારના વારસદારોને સહાય ચૂકવવા પણ રજૂઆત કરી

તાલાલ ગીર પંથકના અમૃતવેલ- શિરવાણ સહિત ગીરના જંગલમાં આવેલા 14 ગામના ખેડૂતોને તાઉ-તે વાવાઝોડામાં વ્યાપક નુકસાન થયુ હતુ. તાલાલા પંથકના સેટલમેન્ટના ગામોમાં આજ દિન સુધી સર્વે થયો નથી. જેથી સેટલમેન્ટના ગામોના ખેડૂતો સરકારી સહાયથી વંચિત રહે તેવી ભિતી વ્યકત થઈ રહી છે. જેથી તુરંત સેટલમેન્ટના ગામોમાં થયેલા નુકસાનીનું તંત્ર દ્વારા સર્વે કરાવવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી સહિતનાને પત્ર લખી માંગણી કરી છે.

વાવાઝોડાના અસરગ્રસ્તો સરકારી સહાયથી વંચિત

તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ છોડવડીયા, મહામંત્રી હાર્દિકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, તાલાલા પંથકના અમૃતવેલ અને શિરવાણ સહિત ગીરના જંગલમાં આવેલા 14 ગામો ફોરેસ્ટ વિભાગ હેઠળ આવે છે. આ ગામોમાં પણ તાઉ-તે વાવાઝોડાએ વ્યાપક પ્રમાણમાં ખાનાખરાબી કરી છે. છતા પણ આજ સુધી સેટલમેન્ટના આ 14 ગામોમાં નુકસાનીનો સર્વે કરાવવામાં આવેલો નથી. પરીણામે 14 ગામના ખેડૂતોને વાવાઝોડાના અસરગ્રસ્તો સરકારી સહાયથી વંચિત રહે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ગીરના જંગલમાં આવેલ 14 સેટલમેન્ટના ગામોમાં પણ વિના વિલંબે સર્વે કરાવવા માંગણી ઉઠી છે.

સહાય ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા માંગણી કરી

પત્રમાં ઉમેર્યું છે કે, કોરોના મહામારીના ઘણા ખાતેદાર ખેડૂતો પણ મૃત્યુ પામ્યા છે. કોરોના મહામારીની કથિત પરિસ્થિતિમાં વહિવટી કામગીરી બંધ હોવાથી મૃત્યુ પામેલ ખેડૂતોની વારસાઈ એન્ટ્રી પડી નથી. પરિણામે મૃતક ખેડૂતોના વારસદારોને નામે જમીન ચડી નથી. જેના કારણે કોરોનામા મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારોને સરકારી સહાયમાંથી બાદબાકી થવાની ભીતિ હોય, મૃતક ખેડૂતોના વારસદારોને અન્યાય થાય નહી માટે પરીણામલક્ષી કાર્યવાહી કરવા માંગણી કરી છે. પત્રમાં ઉમેર્યુ છે કે ખેડૂતોએ સહાય મેળવવા જરૂરી ફોર્મ ભરવા તા.4 સુધીની મુદત આપી હતી. પરંતુ તાલાલા પંથકમા ખેડૂત ખાતાની નકલો મેળવવા ભારે મુશ્કેલી પડતી હોય, સહાય ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...