તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વે પૂર્ણ:ગીર સોમનાથ જિલ્લામાં તાઉ-તેના કારણે ખેતીમાં થયેલી નુકસાનીનો સર્વે પૂર્ણ, 45 હજાર હેકટર જમીનમાં પાકને 33 ટકા કરતા વધુ નુકસાન

વેરાવળ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેતીને થયેલ નુકસાનનો તાગ મેળવવા પહોંચેલ જીલ્‍લા કલેકટર - Divya Bhaskar
ખેતીને થયેલ નુકસાનનો તાગ મેળવવા પહોંચેલ જીલ્‍લા કલેકટર
  • 48 હજાર અસરગ્રસ્ત ખેડૂતોને 100 કરોડ કરતા વધુ રકમની સહાય ચૂકવાશે
  • જિલ્લામાં સૌથી વધુ આંબાના પાકને નુકસાન

ગીર સોમનાથ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના કારણે ખેતીને થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. સર્વે મુજબ 345 ગામોમાં 45 હજાર હેકટર જમીનમાં થયેલા વાવેતરને 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. એક અંદાજ મુજબ 48 હજાર અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા આગામી દિવસોમાં 100 કરોડ કરતા વધુની સહાય ચૂકવવામા આવશે.

48000 ખેડૂતોને સહાયની ચૂકવણી કરાશે

ગીર સોમનાથ જિલ્લાના 345 ગામોમાં ખેતી બાગાયતના પાકોને નુકસાની થઇ છે. જેમાં જિલ્લામાં કુલ 75 હજાર 549 હેકટર જમીમનમાં થયેલ વાવેતર પૈકી 61 હજાર 075 હેકટર જમીનમાં રહેલ પાક અસરગ્રસ્‍તો થયો છે. જે પૈકી સરકારના નિયમ મુજબ 33 ટકાથી વઘુ પાકના નુકશાનના કીસ્‍સામાં રહયા ચુકવવાનું હોવાથી 44 હજાર 986 હેકટર જમીનનો પાકની વાવાણી કરનાર જીલ્‍લાના કુલ 48 હજાર અસરગ્રસ્ત ખેડૂતોને ખેતી નુકસાન પેટે રૂ.100 કરોડ થી વઘુ રકમ ચૂકવાવા તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે.

નાળીયેરી અને કેળના વૃક્ષો જમીનદોસ્‍ત થયાની તસ્‍વીર
નાળીયેરી અને કેળના વૃક્ષો જમીનદોસ્‍ત થયાની તસ્‍વીર

એકાદ સપ્તાહમાં ખેડૂતોને સહાયની ચૂકવણી થઈ જશે

ખેતીની નુકસાની બાબતે થયેલ સર્વેની કામગીરીમાં વિસંગતતા હોવાની ખેડૂતો અને કિસાન સંઘ ફરીયાદો કરી રહયા છે. જયારે જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં ખેતી નુકસાનનો સર્વેતો પૂર્ણ કરાયો છે, પરંતુ અસરગ્રસ્ત ખેડૂતોના અરજી ફોર્મ હજુ સ્વીકારી શક્યા નથી. ફોર્મ રજૂ થયા બાદ જ સહાયની રકમ ચૂકવાશે એટલે હજુ ખેડૂતોના ખાતામાં સરકારી સહાય પહોંચતા એકાદ સપ્તાહ જેવો સમય વીતી શકે છે.

તાઉ-તે વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર તારાજી સર્જી હતી. જેમાં ખાસ કરીને ખેતી પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોચ્‍યુ હોવાથી ખેડૂતો પાયમાલીની કગાર પર આવી ગયા છે. જેને ઘ્‍યાને લઇ રાજય સરકાર દ્રારા અન્‍ય પાંચ જિલ્લાના ખેતીવાડી સ્ટાફને ગીર સોમનાથ જિલ્લામાં તૈનાત કરી યુધ્ધના ધોરણે ખેતી-બાગાયતી પાકોના નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવેલ જે હાલ પૂર્ણ થઈ ચૂક્યો છે.

વૃક્ષોની ડાળીઅો તુટી ગયાની તસ્‍વીર
વૃક્ષોની ડાળીઅો તુટી ગયાની તસ્‍વીર

સહાય બાબતે માહિતી આપતા ડીડીઓ રવિન્‍દ્ર ખાતલેએ જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લામાં ખેતી નુકસાનના સર્વે બાદ જિલ્લામાં 44 હજાર 986 હેકટર જમીનમાં 33 % થી વધુ નુકસાન થયુ છે તેવા જિલ્લાના 48 હજાર ખેડૂતો અસરગ્રસ્ત નોંધાયા છે. આ તમામ ખેડૂતોને અંદાજે રૂ.125 કરોડ જેવી સહાય રકમ ચૂકવવા કાર્યવાહી ચાલી રહી છે. જયારે રાજય સરકાર દ્વારા 100 કરોડથી વઘુ ચુકવવા સામે રૂ.90 કરોડ જેવી રકમ જિલ્લાને ફાળવી પણ દીઘી છે. જો કે, જિલ્લામાં લાઈટ અને ટેકનીકલ ખામીના કારણે અસરગ્રસ્ત ખેડૂતોના ફોર્મ ભરવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી હાલ અસરગ્રસ્‍ત 20 હજાર જેટલા ખેડૂતોના જ ફોર્મ ભરાયા છે.

ખેડૂતોએ સર્વેમાં વિસંગતતાનો મુદો ઉઠાવ્‍યો

તો બીજી તરફ તંત્ર દ્રાર પૂર્ણ કરાયેલ સર્વેને લઈ ખેડૂતોમાં ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા સર્વેની કામગીરીમાં વિસંગતતાના આક્ષેપો લગાવતા ખેડૂત અગ્રણી દેવસીભાઈ સોલંકી અને બાલુભાઇ જણાવે છે કે, તંત્ર દ્વારા વાડી વિસ્તારમાં મકાનોના સર્વે થતા નથી. ઉપરાંત આંબા અને નારીળેરીમાં સંપૂર્ણ વૃક્ષ ધરાશયી હોય તો જ ગણે છે જયારે ડાળીઓ તુટી ગયેલ કે ભાંગી પડેલા વૃક્ષોનો સમાવેશ કરાતો નથી.

ખેડૂતોએ કહ્યું કે, રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત મામુલી છે. કારણ કે, એક હેકટર જમીનમાં 100 આંબાના વૃક્ષોનું વાવેતર હોય છે. 1 આંબાનું વૃક્ષમાંથી ખેડૂતને વર્ષે એક વાર રૂ.2 થી 3 હજાર સુઘીની આવક થતી હોય છે. જે મુજબ એક હેકટરમાં 100 આંબા મુજબ અઢી થી ત્રણ લાખની આવક ખેડુતોને થતી હોય છે જેની સામે રાજય સરકારએ એક હેકટર દીઠ એક લાખનું વળતર ચુકવવાની જાહેરાત કરી છે. જે વ્‍યાજબી નથી. સરકારએ ખરેખર આંબાની 1,000 ગણી સહાય ગણવી જોઇએ.

વાવાઝોડાના કારણે કેરી ખરીને જમીન પર પડી ગયાની તસ્‍વીર
વાવાઝોડાના કારણે કેરી ખરીને જમીન પર પડી ગયાની તસ્‍વીર

અત્રે નોંઘનીય છે કે, સર્વેની કામગીરીમાં વાવાઝોડાથી સૌથી વઘુ નુકસાની તાલાલા તાલુકામાં થયેલા 12,845.05 હેકટર જમીમાં થયેલા પાકોના વાવેતરને થયુ છે. જયારે સૌથી વઘારે અસરગ્રસ્‍ત ખેડૂતો 13,596 ઉના તાલુકામાં સામે આવ્‍યા છે. જયારે સૌથી ઓછુ નુકસાન વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં વાવેતર થયેલા પાકોને થયું છે.

અસરગ્રસ્‍ત તાલુકાકુલ પાકનો વાવેતર વિસ્‍તારઅસરગ્રસ્‍ત સર્વે થયેલ વિસ્‍તાર (હે.)33 ટકાથી વઘુ નુકસાનગ્રસ્‍તખેડૂતોની સંખ્‍યાઅંદાજીત ચુકવાની રકમઅસરગ્રસ્‍ત ગામો
વેરાવળ166006,8068151,074230.22 લાખ55
તાલાલા1862215,72312,845104863799.29 લાખ46
સુત્રાપાડા44903,5088141873178.63 લાખ47
કોડીનાર1078210,6608,53798411896.30 લાખ61
ઉના1283012,27311,578135962766.33 લાખ78
ગીરગઢડા1222512,10510,398111482369.47 લાખ58
કુલ7554961,07544,9874801811240.24 લાખ345

જિલ્‍લામાં જુદા જુદા વાવેતર થયેલા પાકોને થયેલી નુકસાનીની અંકડાકીય માહિતી

અસરગ્રસ્‍ત પાકોનું નામઅસરગ્રસ્‍ત પાકનો વાવેતર વિસ્‍તાર (હે.)33 ટકાથી વઘુ નુકશાનગ્રસ્‍ત વિસ્‍તાર (હે.)નુકસાની સહાય ચુકવણીનો અંદાજ (લાખમાં)ખેડૂતોની સંખ્‍યા
અંબા1938018,8213,38817,024
નાળીયેર108903,5286354327
કેળ104561683636
પપૈયા1858912145
લીંબુ838014136
મગ85805,0256785755
અડદ66851,3261792088
તલ105358,3551,1288788
બાજરી73424,7216376443
શાકભાજી391839253596
ચોળી69062034.8274.72080
કુલ7554944986.897082.548018
અન્ય સમાચારો પણ છે...