સુરતમાંથી 8.56 લાખનાં હિરાની ચોરી કરનાર શખ્સને કેશોદ પોલીસે ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગત મુજબ, સુરતનાં વરાછા પોલીસ સ્ટેશનમાં ભરતભાઇ જીવરાજભાઇ ઢોલાએ ફરિયાદ નોંધાવી છે કે, વરાછા મિની બજાર પાસે ઠાકોરદ્વાર સોસાયટી પ્લોટ નં.7 અને 8માં મહાકાળી ગેલક્સી નામથી હિરાનો વેપાર કરૂ છું. જોબવર્કથી કામ કરી મજુરી લઇએ છીએ. ઓફિસનો સમય 8 થી રાત્રીના 8 સુધીનો છે. રવિવારે રાત્રીની પાળીમાં રજા રાખેલ હતી.
જયારે સોમવારે 12 ડિસેમ્બરે ઓફિસે આવતા દરવાજામાં તાળુ ન હતું. અંદર તપાસ કરતા ટેબલનાં ખાનામાંથી હિરા જોવા મળ્યા ન હતા. બાદમાં ઓફિસમાં લાગેલ સીસીટીવી ચેક કરતા 11 ડિસેમ્બરનાં રાત્રીનાં સવા 11 વાગ્યે 25થી 27 વર્ષનાં એક ઇસમ સામે ગ્રીલનાં તાળાં, ઇલેકટ્રીક ગ્રાઇન્ડર મશીનથી તોળી અંદર પ્રવેશ કર્યો હોત. બાદમાં ટેબલનાંખાનામાં રહેલું હિરાનું પેકેટ લઇને જતો રહ્યો હતો.
બાદમાં સીસીટીવીનાં ડીવીઆરમાંથી વાયર કાઢી નાં|ખતા સીસીટીવી કેમેરા બંધ થઇ ગયા હતા. અમોએ અલગ-અલગ 10 પાર્ટી પાસેથી જોબવર્ક માટે હિરા લાવેલ હતા. જેમાં કુલ 8,56,215ની મતાનાં હિરાની ચોરી કરી નાસી ગયેલ છે. દરમિયાન હિરાની ચોરી કરનાર શખ્સ હિરલ ઉર્ફે હિરેન જયસુખભાઇ સિરોયાને કેશોદ પોલીસે ઝડપી લીધો છે. અને આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.