તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે એક દિવસ ખાલી હોય એ ધોકો ઘણાને ન ગમે. પણ તેની પાછળ ભારતિય પંચાંગ મુજબ દર્શાવેલી તિથી અને સમય કારણભૂત હોય છે. ભારતિય પંચાગ આપણી પ્રાચીન ખગોળવિદ્યામાં દર્શાવેલી પદ્ધતિ મુજબ તૈયાર થાય છે. જેમાં ચંદ્રની કળાઓને ધ્યાને લઇને તિથીની ગણતરી કરવામાં આવે છે. આ અંગે જૂનાગઢના જ્યોતિષી સતીષભાઇ ભટ્ટ જણાવે છે, શુક્લપક્ષ (સુદ)માં ઉદ્દીત તિથી એટલેકે, સૂર્યોદય વખતે જે તિથી હોય એજ તિથી આખો દિવસ ગણાય. જ્યારે કૃષ્ણપક્ષ (વદ) માં સૂર્યાસ્ત વખતે જે તિથી હોય એ તિથી આખો દિવસ ગણાય. એ મુજબ, આજે તા. 14 નવે. 2020 ના રોજ સૂર્યાસ્ત સમયે અમાસ છે એટલેકે દિવાળી છે.
હવે આવતીકાલ તા. 15 નવે. 2020 ને રવિવારના રોજ સવારે છેક 10:39 વાગ્યા સુધી અમાસ છે. આથી ત્યાર પછીના સમયને ઉદ્દીત પ્રતિપદા અથવા કારતક સુદ એકમ ન ગણી શકાય. અને તેથીજ એ દિવસે નવા વર્ષની શુભેચ્છા કોઇને ન પાઠવાય. કારણકે, આપણે નવો પ્રારંભ અમાસના દિવસે નથી કરતા. આમ બેસતા વર્ષની શુભકામના તા. 16 નવેમ્બર 2020ને સોમવારના રોજ પાઠવવાની રહે છે.
આથી રવિવાર આ રીતે તળપદી ભાષામાં ધોકો ગણાય. આ વખતજ નહીં, દર વર્ષે જો દિવાળી પછીના દિવસે સૂર્યોદય વખતે એકમ ન થતી હોય તો એ દિવસને ધોકો ગણાવો જોઇએ. કારણકે, આપણે ત્યાં તેરસ, ચૌદશ અને અમાસ એ પિતૃઓને અંજલિ આપવાના દિવસો ગણાય છે. એ દિવસે ધાર્મિક કાર્યો થાય ખરા. પણ બેસતા વર્ષની શુભેચ્છા એ એક વ્યાવહારિક કાર્ય છે. આથીજ અમાસના દિવસે વ્યાવહારિક શુભકાર્યો ન કરાય.
સોરઠનાં મંદિરોમાં બારસથી જ ભાવિકોની ભીડ
કોરોનાના લોકડાઉન વખતે રામનવમી, જન્માષ્ટમી, નવરાત્રી સહિતના તહેવારોની ઉજવણી વખતે કાંઇક ખૂટતું હોવાનું લાગતું હતું. શોભાયાત્રા ન નિકળતાં માર્ગો પર પણ લોકો બહુ નહોતા દેખાયા. પણ હવે ઘણુ઼ખરું અનલોક થઇ ગયા બાદ કોરોનાનું જોર ઘટ્યું છે. અને લોકોમાં પણ સ્વયં જાગૃતિ આવી છે. તો સાથે દિવાળીની ઉજવણીનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. બજારોમાં લોકો મનમૂકીને ખરીદી કરે છે. આ વખતે દિવાળીમાં લોકો પોતાની ડિઝાઈનવાળાં મેનુ સાથે મિત્રો, સંબંધીઓને મીઠાઇ, નમકીનનું કોમ્બો પેક તૈયાર કરાવીને વિતરણ કરવાનો ટ્રેન્ડ વધુ પ્રચલિત બન્યો છે.
આસો વદ બારસથીજ મંદિરોમાં દિવાળીના ઉત્સવોની ઉજવણી શરૂ થઇ ચૂકી છે. જૂનાગઢનાં મહાલક્ષ્મી મંદિર, મોટી હવેલી, જવાહર રોડ પરનું સ્વામી નારાયણ સુવર્ણ શિખર મંદિર, અક્ષર મંદિર, રાધા દામોદરજી મંદિર સહિતના મંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી રહી છે. તો સોમનાથ મંદિરે પણ દિવાળી દરમ્યાન સંકુલમાં રંગોળી અને દિવડાના શણગારનો ઝગમગાટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માઘવપુર ઘેડમાં માધવરાયજીના મંદિરે પણ ઉત્સવોમાં ભગવાનને શણગાર, સામગ્રી ધરાવાય છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.