તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:તૌકતે વાવાઝોડાનાં પગલે ઉનાળુ વાવેતરની લણણી પૂરજોશમાં

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લાનાં તલાટીઓને હેડક્વાટર્સમાં હાજર રહેવા તાકિદ કરાઇ

સૌરાષ્ટ્ર અને કચ્છ પર તૌકતે વાવાઝોડાની આગાહી ન પગલે સોરઠ પંથકના ખેડૂતો પોતાના ઉનાળુ પાકની લણણી ની શરૂ કરી દીધી છે. કોરોના ન હિસાબે અત્યારે મજૂરોની પણ ખૂબ જ અછત વર્તાઈ રહી છે, ત્યારે ખેડૂતોએ કોઇર પણ રીતે વાવાઝોડા પહેલા પોતાનાં તૈયાર થયેલો પાક બગડે નહીં તે માટે લણણી પૂરજોશમાં શરૂ કરી દીધી છે.

ગ્રામ્ય વિસ્તારમાં વકરેલા કોરોના કહેર વચ્ચે સોરઠ પંથકમાં મજૂરોની ખૂબ જ મોટી અછત વર્તાઈ રહી છે. વધુ મજૂરી આપવા છતા પણ કોઈ મજૂર આવવા તૈયાર નથી. તો બીજી તરફ વાવાઝોડોનાં પગલે તંત્રે પણ આગતોરૂ આયોજન શરૂ કરી દીધું છે. લાયઝન અધિકારીઓ તેમજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને દરિયાકાંઠાના ગામો તેમજ જે ગામો વિસ્તારને વાવાઝોડાની અસર થાય તેમ હોય તે આઇડન્ટીફાઇ કરવા સાથે તાલુકાની ટીમ બનાવી ગામ લોકોને ચેતવણીની જાણ કરવા જણાવાયું છે.

સ્થળાંતરનો પ્રશ્ન ઉદ્ભવે તો સલામત આશ્રયસ્થાનો નક્કી કરવા તેમજ તલાટીઓને હેડક્વાટર્સમાં હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. વાવાઝોડા દરમિયાન માછીમારો તથા અન્ય જહાજો દરિયામાં ન જાય તેની તકેદારી લેવા અને બંદરે સાવચેતીના સીગ્નલ માટે જરૂરી કાર્યવાહી કરવા પોર્ટ વિભાગને જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...