સમર ઈન્ડકશન વર્કશોપ:ગીર સોમનાથ જિલ્લાની આઠ કોલેજો દ્વારા સમર ઈન્ડકશન વર્કશોપનું આયોજન, વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું

ગીર સોમનાથ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 40 વિદ્યાર્થીઓ અને 8 સંયોજક પ્રોફેસરોએ ભાગ લીધો
  • વિદ્યાર્થીઓને કીટ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી

ગીર સોમનાથ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માર્ગદર્શન નીચે સમર ઈન્ડક્શન કેમ્પ હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની આઠ કોલેજોએ ભાગ લીધો હતો. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લાની તાલાલા ગીરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ગીર સોમનાથ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આ વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં 40 વિદ્યાર્થીઓ અને 8 સંયોજક પ્રોફેસરોએ ભાગ લીધો હતો. આ તકે મનુસિંહ પરમાર, કમલેશ પામક તેમજ ગુજકોસ્ટના ટીમના ટ્રેનર્સે પણ હાજર રહી તમામ વિદ્યાર્થીઓને કીટ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી. આ સાથે લોક વિજ્ઞાન કેન્દ્ર નરેશભાઈ અને વિજય કોટડીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સોમનાથ ગુરુકુળના સ્વામીજી ભક્તિ પ્રસાદ દ્વારા ઉપયોગી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જ્યારે પાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડીએ તેમના ઇનોવેશન પરના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે ગીર સોમનાથના સમાજસુધારક ચંદ્રપ્રકાશ ભટ્ટ અને કોળી સમાજના પ્રમુખે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ વર્કશોપમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશ્નર એન નાગરાજન, ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત કમિશ્નર મધુસર તેમજ એસ એસ એસએસઆઈપીની સમગ્ર ટીમ, જીએસીસી તાલાલા ગીરના પ્રો ડેનિશ લાડાણી, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર એન આર દેસાઈ કો-ઓર્ડીનેટર પ્રોફેસર ધર્મેશ પી વાવૈયા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...