સીંધુત્સવનું આયોજન:75 દિકરીને સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં ખાતા, દિકરી જન્મે તો 75 હજારનાં બોન્ડ

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં સીંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા નવરાત્રિમાં અનેકવિધ યોજનાનો અમલ

જૂનાગઢમાં સીંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા 2008 થી નવરાત્રીમાં સીંધુત્સવનું આયોજન થાય છેે. જેમાં આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવનું હોઇ તેની થીમ પર વિવિધ કલ્યાણકારી યોજનાઓની અમલવારી કરાનાર છે. આ અંગેની વીગતો આપતાં જૂનાગઢ સીંધુ વેલફેર ફાઉન્ડેશનનાં સુનિલભાઇ નાવાણીએ જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમ્યાન જન્મનાર દિકરીનાં નામે બોન્ડ લેવામાં આવશે. અને સમાજની 75 દિકરીનાં નામે પોસ્ટમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રૂપિયા ભરીને બચત ખાતાં ખોલાવી દેવાશે.

જૂનાગઢ શહેરમાં વસતા કોઇપણ સીંધી પરિવારને ત્યાં પહેલા સંતાન તરીકે દિકરીનો જન્મ થાય તો તેને રૂ. 75 હજારનાં બોન્ડની ભેટ અપાશે. સીંધી સમાજનાં 75 યુવકો અને 75 યુવતીઓને ડીજીટલ માર્કેટીંગ સર્ટીફીકેશનનો કોર્સ નિ:શૂલ્ક કરાવી અપાશે. 75 કુપોષિત બાળકોને શોધીને તેમને પોષણક્ષમ આહારની ભેટ અપાશે. તો પ્રાથમિકમાં ભણતા 75 જરૂરિયાતમંદ બાળકોને નોટબુક્સના 75 સેટ અપાશે. નવરાત્રિ રાસોત્સવમાં દિવ્યાંગ-વિકલાંગ અને 75 વર્ષથી વધુ વયનાં જ્ઞાતિના વડીલો માટે નિ:શૂલ્ક પ્રવેશ અપાશે.

આગામી તા. 25 સપ્ટે. થી 5 ઓક્ટો. સુધી સીંધુત્સવ યોજાશે. જેમાં તા. 25 અને 26 ઓક્ટોબરે ભવનાથમાં આરએસએસની ભગિની સંસ્થા ભારતીય સીંધુ સભાનું મહાઅધિવેશન મળશે. જેમાં દેશભરનાં 400 થી વધુ ડેલિગેટ્સ હાજર રહેશે. આ તકે કિશોરભાઇ અજવાણી, ગીરીશભાઇ કાંજાણી, દિલીપભાઇ બહિરવાણી, તુલસીભાઇ ઓતવાણી, શ્રીચંદભાઇ લાલવાણી, હરેશભાઇ ગોધવાણી, ધર્મેન્દ્ર નંદવાણી, હરેશભાઇ ક્રિપલાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...