તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાતનો પ્રયાસ:એમબીએનો અભ્યાસ કરતી યુવતિનો આપઘાતનો પ્રયાસ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • શહેરના નરસિંહ મહેતા તળાવમાં કૂદકો માર્યો
 • પેપર નબળા જતા નાપાસ થવાની બીકે ભર્યું પગલું

એમબીએનો અભ્યાસ કરતી જૂનાગઢની એક 22 વર્ષિય યુવતિએ પેપર નબળા જતા નાપાસ થવાની બીકે નરસિંહ મહેતા સરોવરમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, તળાવ નજીકના લોકોએ સમય સૂચકતા વાપરી યુવતિને બહાર કાઢી હોસ્પિટલે સારવાર કરાવતા તેનો જીવ બચી જવા પામ્યો છે. નરસિંહ મહેતા સરોવરમાં ગુરૂવારે સવારે 11: 30 વાગ્યા આસપાસ એક યુવતિએ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તળાવ નજીકના લોકોને આની જાણ થતા તુરત યુવતિને બહાર કાઢી લીધી હતી.

બાદમાં સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. જ્યાં સમયસરની સારવારના કારણે યુવતિનો જીવ બચી જવા પામ્યો હતો. દરમિયાન આ અંગે સિવીલ હોસ્પિટલ પોલીસ ચોકીના જણાવ્યા મુજબ યુવતિનું નામ હેમાંગીબેન પ્રવિણભાઇ શિંગાળા છે. શહેરના ઝાંઝરડા રોડ પર રહેતી આ 22 વર્ષિય યુવતિ એમબીએનો અભ્યાસ કરે છે. દરમિયાન પેપર નબળા જતા નાપાસ થવાની બીકે તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો