લોકો દૂર દૂરથી રોપવે સફર ની મજા માણવા ભવનાથ ગિરનાર જવા માટે આવતા હોય છે .ત્યારે માં અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શને રોજના હજારો શ્રદ્ધાળુઓ આવે છે .જેમાંથી ઘણા લોકો સીડી તેમજ રોપ-વે મારફત ગિરનાર પર્વત પર જતા હોય છે .પરંતુ વહેલી સવાર થી અચાનક ભારે પવન ફૂંકાતા અને વાતાવરણમાં પલટો આવતા રોપવે બંધ રખાયો છે.
જેને લઇ ગિરનાર રોપ વે મારફત જનારા પ્રવાસીઓમાં પણ નારાજગી જોવા મળી છે અચાનક જ ગિરનાર પર્વત પર ભેજવાળું વાતાવરણ પ્રસરતા ભારે પવનના કારણે લોકોએ અલગ જ વાતાવરણ અનુભવ્યું હતું તો બીજી તરફ ભેજવાળા વાતાવરણના કારણે ગિરનાર પર્વત પર ની સીડીઓ પર ભેજના લીધે પાણીથી સીડીઓ ભીની જોવા મળી હતી.
બીજી દૂર દૂર થી આવતા પ્રવાસીઓ રોપ-વે મારફત ગિરનાર પર્વત પર જવા માટે ઓનલાઇન ટિકિટ નું બુકિંગ કરાવતા હોય છે જેને લઇ આજે વહેલી સવારથી જ રોપવે બંધ રહેતા પ્રવાસીઓ રોપવે શરૂ થવાની રાહ જોઈ ભવનાથ ક્ષેત્રમાં જ મીટ માંડી બેઠું રહેવું પડ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.