તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીને લઇ માર્ચ 2020માં દેશભરમાં લોક ડાઉન લાગુ કરાયું હતું. પરિણામે દરરોજ કમાઇ ખાતા અનેક પરિવારની હાલત કફોડી બની હતી. ત્યારે આવા લોકોની મદદે અનેક સેવાભાવી સંસ્થાઓ આવી હતી, જેમણે આફતને અવસરમાં પલ્ટાવી લોકોને ભોજન, રાશનકિટ, દવા, ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. જૂનાગઢની અનેક સંસ્થાઓ આ સેવાકાર્યમાં જોડાઇ હતી.
ગાંધીગ્રામ ગરબી મંડળ
2 મહિનાને 17 દિવસ સુધી દરરોજ 800 થી વધુ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. 121 ડબ્બા તેલ, 200 કટ્ટા ચણાનો લોટ, 15 ગુણી ખાંડ દ્વારા મિઠાઇ, ફરસાણ બનાવી લોકોને વિતરણ કરાયા હતા. > વિરાભાઇ મોરી.
જહાઆતા ટ્રસ્ટ
3 મહિના સુધી સવાર અને સાંજ મળી દરરોજ 2,000 લોકોને ભોજન વિતરણ કરાયું છે. આ કામમાં પુનાભાઇ મોરી અને મોરી પરિવારનો સહયોગ સાપડ્યો હતો.
સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન
1 મહિના સુધીમાં લોકોને ઘર બેઠા 12,500 કિલો ખીચડી પહોંચાડાઇ છે. 250 પરિવારોને રાશનકિટ અપાઇ છે. > જયદેવ જોષી.
સત્યમ સેવા યુવક મંડળ
18,00,000 રૂપિયાની રાશનકિટ અપાઇ છે. આમાં 5,00,000ની રાશન કિટ માટે દાતાર મહંત ભીમબાપુએ સહકાર આપ્યો હતો. 3 મહિના સુધીમાં 5,500 લોકોને 15 દિવસ ચાલે તેવી રાશનકિટ, 20,000 લોકોને 12 જાતની ઔષધિય વનસ્પતિ સાથેનો ઉકાળો તેમજ 5,000 લોકોને ફ્રિમાં માસ્ક વિતરણ કરાયા છે. > મનસુખભાઇ વાજા.
શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ
40 દિવસ સુધી દરરોજ 450 થી વધુ લોકોને ભોજન તેમજ ઝુપડપટ્ટીના લોકોને 22,000ની દવા લઇ વિતરણ કરેલ છે. > આશિષ રાવલ.
પૂર્વ મેયર દ્વારા રાશન કિટ
મનપાના પુર્વ મેયર સતિષચંદ્ર વિરડા અને રાજુ સોલંકી દ્વારા 2 મહિનામાં 2,500 લોકોને રાશનકિટ વિતરણ કરાઇ હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.