સફળ સર્જરી:ફેકચર થયેલા શિંગડાનું 2 કલાકમાં સફળ ઓપરેશન, જામકાના ખેડૂતના બળદનો જીવ બચાવતી 1962

જુનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારની જીવીકેઇએમઆરઆઇ દ્વારા 10 ગામ દિઠ હરતું ફરતું પશુ દવાખાનું જૂનાગઢ જિલ્લાના ખડીયામાં ચાલુ છે.દરમિયાન જામકાના અશોકભાઇ ગભરૂભાઇ દરબારના બળદને શિંગડામાં ફ્રેકચર થવા સાથે શિંગડું મૂળમાંથી ભાંગી ગયું હતું. પરિણામે સતત લોહી વહેતું હોય તુરત સારવાર ન મળે તો ખેડૂતને કિંમતી પશુધન ગૂમાવવાનો વારો આવે તેમ હતું.

આ અંગે એનીમલ હેલ્પલાઇન 1962ને જાણ કરાઇ હતી. બાદમાં 1962 એમવીડીના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર ડો. જતીન સંચાણીયા અને જિલ્લા અધિકારી મિલન જાનીની સૂચનાથી પાઇલોટ મહેશ સોલંકી અને ડો. ભરતભાઇ ભુતિયા તુરત જામકા પહોંચી ગયા હતા. તેમણે જઇ 2 કલાકની સારવાર આપી સફળ સર્જરી કરી બળદનો જીવ બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...